ભારતમાં સતત ફેલાઇ રહેલા મોબાઇલ માર્કેટના કારણે પણ ફાયદા થઇ રહ્યા છે. દુનિયાની સૌથી વધારે મોબાઇલ ફોન બનાવનાર ફેક્ટરી આજે ભારતમાં છે. મોબાઇલ સર્વિસ પ્લાન્ટની વાત કરવામાં આવે તો તેની સંખ્યા વર્ષ ૨૦૧૪માં માત્ર બે હતી જેની સંખ્યા આજે વધીને રેકોર્ડ ૧૨૭ થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૯માં આ સંખ્યા રેકોર્ડ ગતિએ વધી ગઇ છે. માત્ર ભારતમાં જ વાર્ષિક ૨૨૫ મિલિયન મોબાઇલ ફોરનનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આના કારણે છેલ્લા પાંચ વર્ષના ગાળામા જ આશરે ચાર લાખ લોકોને રોજગારી મળી ગઇ છે. ભારતમાં હાલના સમયમાં મોબાઇલ ફોનની સંખ્યા અમેરિકાની વસ્તીથી પણ વધારે છે. ડેટા ઉપયોગ કરવાના મામલે પણ ભારત સૌથી આગળ રહેલા દેશોમાં સામેલ છે.
થોડાક વર્ષ પહેલા ડેટા ઉપયોગ કરવાના મામલે ખર્ચનો આંકડો ૦.૨ જીબી હતો. જે આઈજે વધીને આશરે ૧૧ જીબી પ્રતિ મહિનાની આસપાસ છે. જે ભારતની તેજ ગતિને દર્શાવે છે. કેટલાક વર્ષ પહેલા સુધી એક જીબી ડેટા માટે ૨૬૯ રૂપિયાની ચુકવણી કરવી પડતી હતી. જ્યારે આજે માત્ર ૧૯ રૂપિયાની ચુકવણી કરવાની હોય છે. ડેટા સસ્તા હોવાની સાથે સાથે હવે તે શહરી અમીર લોકોના હાથમાંથી નિકળીને તમામ યુવાનો સુધી પહોંચે છે. સાથે સાથે સિનિયર સિટિજનો સુધી પણ પહોંચે છે. દેશમાં જે પ્રગતિ છેલ્લા પાંચ વર્ષના ગાળામાં થઇ છે તેના કારણે દુનિયાના દેશોની નજર ભારત પર કેન્દ્રિત થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરદર્શી નીતિના કારણે આઈ બાબત શક્ય બની છે. મોદીએ રોજગારની વ્યાપક તક જુદા જુદા ક્ષેત્રોમાં ઉભી કરી છે.
મોબાઇલને લઇને આજે યુવાનોમાં ક્રેઝ છે. યુવાનોને આ ક્ષેત્રમાં મોટા પાયે રોજગારી મળી છે. વર્ષ ૨૦૧૪માં મોબાઇલ પ્લાન્ટની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે એ વખતે નહીવત પ્લાન્ટ હતા. જે આજે વધીને રેકોર્ડ સંખ્યામાં પહોંચી ગયા છે. જેના કારણે સ્વાભાવિક રીતે ચાર લાખથી વધારે નોકરી તો આ ક્ષેત્રમાં મળી ગઇ છે. રોજગારીને બુમાબુમ મચાવનાર વરોધ પક્ષોના નેતાઓની ખોટી બાબત આના કારણે સાબિત થાય છે. દેશના યુવાનોને આ બાબત જાણી લેવી જાઇએ કે આજે પાંચ વર્ષ પહેલાની તુલનામાં ભારત ક્યાં છે. વિવિધ ક્ષેત્રોમાં ભારતનો આજે ડંકો કેમ છે.