મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવાના મુદ્દે ફરિયાદ નોંધાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહેસાણામાં પાકિસ્તાની નાગરિકોના ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. એક વર્ષ બાદ પાલિકાના અધિકારીએ છ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભારતીય નાગરિકતા મેળવવા પાકિસ્તાની નાગરિકોએ ગેરકાયદે ચૂંટણી કાર્ડ કઢાવતા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખોટું સોગંદનામું કરીને ફોર્મ ૬ ભરીને ચૂંટણી અને આધાર કાર્ડ કઢાવ્યું હતું.જૂન ૨૦૨૨થી ચાલતી તપાસમાં પાકિસ્તાની નાગરિકો વિરૂદ્ધ ફરિયાદ થઈ છે. પરંતુ ચૂંટણી કાર્ડની ચકાસણી અને મંજૂર કરનાર અધિકારી સામે હજુ કોઈ કાર્યવાહી નહીં થતા અનેક સવાલો ઉભા થયા છે. શહેરના ઈન્દિરાનગરમાં છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાની પરિવાર વસવાટ કરે છે.

Share This Article