મેઘરજમાં ૬ રાહદારીઓને શ્વાનોએ બચકા ભરતા હોસ્પિટલ ખસેડાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં શ્વાનને હડકવા ઉપડવાને લઈ બચકા ભર્યા છે. મેઘરજમાં સ્ટેટ બેંક વિસ્તારમાં શ્વાને પસાર થતા રાહદારીઓને બચકા ભર્યા હતા. ૬ જેટલા રાહદારીઓને બચકા ભરવાને લઈ તેઓને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા શ્વાનથી લોકોને બચાવવા માટે પ્રયાસો કરવા છતાં શ્વાનનો આતંક જારી રહ્યો હતો. ૬ જેટલા સ્થાનિક રાહદારીઓને શ્વાને બચકા ભરીને ઈજાઓ કરી છે. ઈજાને લઈ પિડીતોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક મદની સોસાયટી વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ઘટના બાદ સ્થાનિક ગ્રામ પંચાયત પર લોકોનો રોષ ઉકળી ઉઠ્‌યો છે. શાળાએ જતા બાળકોને શ્વાનને હડકવા ઉપડવાને લઈ ડર હુમલો કરવાનો ડર સતાવી રહ્યો છે. જેને લઈ પંચાયત દ્વારા શ્વાનને ઝડપી લેવા માટે માંગ કરી છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ ખાસ પગલા ભરવા માટે કાર્યવાહી શરુ કરી નથી.

Share This Article