મહારાષ્ટ્રની શિંદે સરકારે લોકોને મોટી રહાત આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો છે. સરકારની આ રહાત બાદ મહારાષ્ટ્રમાં પેટ્રોલ ૫ અને ડીઝલ ૩ રૂપિયા સસ્તુ થઇ ગયું છે. નવી સરકારની બીજી કેબિનેટ બેઠક દરમિયાન આ ર્નિણય લેવામાં આવ્યો છે. જે ગત મહિને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા આપ્યા બાદ બની હતી. સીએમ એકનાથ શિંદેએ મીટિંગ બાદ કહ્યું મહારાષ્ટ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર વેટ ક્રમશઃ ૫ રૂપિયા અને ૩ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો.
મુંબઇમાં પેટ્રોલ અત્યારે ૧૧૧.૩૫ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૮ રૂપિયા લિટર વેચાઈ રહ્યું છે. આ ઘટાડા બાદ પેટ્રોલ ૧૦૬.૩૫ રૂપિયા અને ડીઝલ ૯૭.૨૮ રૂપિયા લિટર મળશે. પુણેમાં પેટ્રોલની કિંમત ૧૦૫.૮૮ રૂપિયા પ્રતિ લિટર હશે, જ્યારે ડીઝલની કિંમત એક લીટર માટે ૯૨.૩૭ રૂપિયા હશે. નવા દર લાગુ થયા બાદ ઠાણેમાં એક લીટર પેટ્રોલની કિંમત ઘટીને ૧૦૬.૪૯ રૂપિયા થઈ જશે. ઠાણેમાં ડીઝલની કિંમત ઘટીને ૯૪.૪૨ રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. આ પહેલા મે મહિનામાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પર ૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૬ રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. કેન્દ્ર તરફથી એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદ રાજ્ય સરકારોએ વેટ ઘટાડ્યો હતો. મહારાષ્ટ્ર અને કેરળ જેવા કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યોએ પણ વેટ ઘટાડ્યો પણ હતો.