ખંભાત શહેરના એક ગામમાં રહેતાં શખસે મિત્રની જ પત્ની સાથે આંખો મળી જતાં તેમજ નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારતાં સમગ્ર મામલો ખંભાત શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, ખંભાતમાં રહેતા જયેશ રાઠોડ નામના એક યુવકને તેના મિત્રની જ પત્ની સાથે આંખો મળી હતી. જેને કારણે છેલ્લાં દોઢ-બે માસથી બંને જણાં એકબીજાને મળતાં હતા. દરમિયાન, પરિણીતાનો મોબાઈલ બગડી જતાં શખસે તેણીને નવો મોબાઈલ લઈ આપવાની લાલચ આપી હતી. અને શખસે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પરિણીતાના પતિને થતાં જ તેણે ખંભાત પોલીસ સ્ટેશનમાં શખસ વિરૂદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more