રાજકોટ-દીવ રૂટની બસમાં પંચમહાલના વતનીનું મોત નિપજ્યું હતું. જૂનાગઢમાં એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટ-દીવ રૂટની બસમાં પંચમહાલના વતનીનું મોત નિપજ્યું હતું. પોલીસને મુસાફરના મોત થયાની જાણ કરવામાં આવી હતી. જૂનાગઢ એસ.ટી માં મુસાફરી કરી રહેલ હાર્ટએટેકથી પંચમહાલના વતની શૈલેન્દ્રસિંહ ચાવડાનું બસમાં મોત થતા બસમાં બેઠેલા અન્ય મુસાફરો ગભરાઈ ગયા હતા. પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારને જાણ કરી દેવાઈ છે.
મળતી માહિતી મુજબ 40 વર્ષીય ઇલિયાસ દેવલા નામનો વેપારી રાજકોટ જિલ્લાના ઉપલેટાનો રહેવાસી હતો. ઇલિયાસ કપડાનો વ્યવસાય કરતો હતો. તેની ઉપલેટામાં જીલાની ચોઈસ નામની રેડીમેડ કપડાની દુકાન છે. તે દુકાનનો સામાન લેવા અમદાવાદ આવ્યો હતો. જ્યારે તે બજારમાં અન્ય વ્યક્તિ સાથે ઊભો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો. હાર્ટ એટેક સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે લોહીના ગંઠાવાનું હૃદયમાં લોહીના પ્રવાહને અવરોધે છે. રક્ત વિના, પેશીઓ ઓક્સિજન ગુમાવે છે, હાર્ટ એટેકનું જોખમ વધારે છે. હૃદયરોગના હુમલાના લક્ષણોમાં છાતી, ગરદન, પીઠ અથવા હાથમાં જકડાઈ જવું અથવા દુખાવો થવો, તેમજ થાક, ચક્કર, અસામાન્ય ધબકારાનો સમાવેશ થાય છે. પુરૂષો કરતાં સ્ત્રીઓમાં અસામાન્ય લક્ષણોની શક્યતા વધુ હોય છે.