ઇટાલીમાં વ્યક્તિને એક સાથે થયો HIV, કોરોના, મંકીપોક્સ વ્યક્તિએ કર્યું હતું સમલૈંગિક સેક્સ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈટાલીમાં સંશોધકોને એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. અહીં એક વ્યક્તિ મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIVથી એક સમયે સંક્રમિત થયો છે. જાણકારી પ્રમાણે ત્રણેય વાયરસ નવા છે અને સ્પેનની એક યાત્રા બાદ તે સંક્રમિત થયો છે. દર્દી ૩૬ વર્ષનો એક ઇટાલિયન નાગરિક છે. સ્પેનની ૫ દિવસની યાત્રામાંથી પરત આવ્યાના ૯ દિવસ બાદ તેને તાળ, ગળામાં ખારાશ, થાક, માથામાં દુખાવો અને કમરમાં સોજાની સમસ્યા જોવા મળી હતી. તેણે એક પુરૂષ સાથે કોન્ડોમ વગર સંબંધ બનાવ્યો હતો.

જર્નલ ઓફ ઇનફેક્શનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે લક્ષણોના ત્રણ દિવસ બાદ તે કોરોના વાયરસથી સંક્રમિત મળ્યો છે. જાન્યુઆરીમાં આ વ્યક્તિ વેક્સીન લીધાના થોડા દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેના હાથમાં એક દાણો જોવા મળ્યો અને થોડા સમયમાં તેના શરીરમાં ફોલ્લીઓ ફેલાઈ ગઈ. ત્યારબાદ તેને સિસિલીના પૂર્વ કિનારાના કૈટેનિયા શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં તેના ઉપર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તે મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIV પોઝિટિવ મળ્યો હતો. HIV ની વિસ્તૃત તપાસ કરતા જાણવા મળ્યું કે તે હાલમાં સંક્રમિત થયો છે. લગભગ એક સપ્તાહ બાદ કોરોના અને મંકીપોક્સથી સાજા થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. કૈટેનિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ કેસ દેખાડે છે કે કોરોના અને મંકીપોક્સ વાયરસના લક્ષણ કેવી રીતે એકબીજા પર હાવી થઈ શકે છે.

સંશોધકોએ કહ્યું કે આ એકમાત્ર કેસ છે જેમાં મંકીપોક્સ, કોરોના વાયરસ અને HIV ત્રણેય  સંક્રમણ એક સાથે મળ્યા છે. તેમણે કહ્યું કે તે વાતના કોઈ પૂરાવા નથી, જે તે દર્શાવે કે ત્રણેય વાયરસ એકસાથે થવા પર ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે. પરંતુ સંશોધકોએ કહ્યું કે જે પ્રમાણે દુનિયામાં મંકીપોક્સના કેસ વધી રહ્યાં છે તે જોવા આ વાયરસ વિશે માહિતી મેળવવી જોઈએ.

Share This Article