વાયનાડ : વાયનાડ સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા બાદ આને લઇને જોરદાર રાજકીય ગરમી વધી ગઇ છે. વાયનાડ સંસદીય ક્ષેત્રમાં મુસ્લિમ મતદારોની સંખ્યા સૌથી વધારે છે. આવી સ્થિતીમાં કોંગ્રેસ માટે આ સુરક્ષિત સીટ દેખાઇ રહી છે. યુડીએફની બીજી સૌથી મોટી ભાગીદાર ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ આ ક્ષેત્રમાં સારા પ્રભાવમાં છે. વાયનાડ જિલ્લામાં હિન્દુ વસ્તી ૪૯.૭ ટકાની આસપાસ છે. જ્યારે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયના લોકોક્રમશ ૨૧.૫ અન ૨૮.૮ ટકાની આસપાસ છે. જા કે મલપ્પુરમમાં ૭૦.૪ ટકા મુસ્લિમ વસ્તી છે. અહીં ૨૭.૫ ટકા હિન્દુ વસ્તી છે.
બે ટકા ખ્રિસ્તી સમુદાયના લોકો છે. વાયનાડ લોકસભા ક્ષેત્રમાં કુલ સવા ૧૩ લાખ વોટરો પૈકી ૫૬ ટકા વોટર તો મુસ્લિમ છે. કોંગ્રેસને આશા છે કે અહીંથી રાહુલ ગાંધીને ઉતારી દેવામાં આવ્યા બાદ પાર્ટીની સ્થિતી વધારે મજબુત થશે. તેમને લઘુમતિ સમુદાયના એકતરફી મત મળનાર છે. મુસ્લિમ સમુદાયના લોકો રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન તરીકે જોવા માટે ઉત્સુક છે. કેરળમાં ભાજપના સાથી પક્ષ ભારત ધર્મ જનસેનાના અધ્યક્ષ આ બેઠક પરથી રાહુલ ગાંધીની સામે મેદાનમાં ઉતરી રહ્યા છે.
ડાબેરીઓએ કહ્યુ છે કે તેઓ રાહુલ ગાંધીને પછડાટ આપી દેવા માટે તૈયાર છે. ડાબેરી નેતા દ્વારા રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહેવામાં આવ્યુ છે કે આ લોકો અદ્રશ્ય નેતા તરીકે છે. તેમના માટે તેમના પરંપરાગત ગઢ અમેઠીમાંથી જીતવા માટેની બાબત સરળ રહી શકે છે. જો કે વાયનાડમાંથી તેમની સામે કેટલાક પડકારો છે. જો કે કોંગ્રેસ પાર્ટી આ સીટ પર જીત માટે આશાવાદી છે. રાહુલ ગાંધી આ સીટ પરતી મેદાનમાં ઉતરી ગયા બાદ હવે આ સીટ હોટ સીટ બની ગઇ છે.