હરિયાણામાં પરીક્ષામાં વિદ્યાર્થીઓને વહેલા ઉઠાડવા મંદિર- મસ્જિદ- ગુરુદ્વારથી વાગશે સવારે એલાર્મ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આગામી માર્ચમાં યોજાઈ રહેલી બોર્ડ પરીક્ષાને ધ્યાને રાખતી સ્કૂલોમાં પાસીંગ ટકાવારી સુધારવા માટે હરિયાણા સરકારે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને વહેલા ઉઠાવવા માટે મંદિરો અને મસ્જિદો તથા ગુરુદ્વારોમાંથી એલાર્મ વગાડવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગથી સંબંધિત સ્કૂલ અધિકારીઓને પણ કહેવાયું છે કે, તે માતા-પિતાને પોતાના બાળકોને સવારે ૪.૩૦ કલાકે ઉઠી જવાનું કહે. જેથી સવારના સમયનો ઉપયોગ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકે. તમામ સરકારી સ્કૂલોના આચાર્યને મોકલેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કરીને ભાર આપવામાં આવ્યો છે. જેને લઈને વાલીઓ અને શિક્ષકો સાથે મળીને કોઈ સારો પ્લાન બનાવી શકે. જેથી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારી માટે વધારે સમય મળી શકે. તેમાં કહેવાયું છે કે, શિક્ષક વોટ્‌સએપ ગ્રુપ દ્વારા પણ પુછપરછ કરીને વિદ્યાર્થીઓને જગાડી શકશે અને અભ્યાસ કરે છે કે નહીં તે જાણી શકશે. પત્રમાં કહેવાયુ છે કે, જો વાલી સહયોગ નથી કરતા તો, સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ આ વાતને ધ્યાને લેશે.

Share This Article