અત્યાર સુધી ફ્લાઇટમાં ઇન્ટરનેટ કે મોબાઇલ પર વાતચીત નહોતી થઇ શકતી, પરંતુ હવે તમે ફ્લાઇટમાં પણ ઇન્ટરનેટ યુઝ કરી શકશો. દૂરસંચાર વિભાગે દરેક ફ્લાઇટમાં મુસાફરી કરનાર વ્યક્તિ માટે ફ્લાઇટમાં ઇન્ટરનેટ વાપરવાની મંજૂરી આપી દીધી છે. 3 થી 4 મહિનામાં જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દૂરસંચાર વિભાગની અધિકારી અરુણા સુંદરરાજને ફ્લાઇટમાં ઇન્ટરનેટની કનેક્ટિવીટી માટે લીલો ઝંડો બતાવ્યો છે. જેના દ્વારા હવે વિમાનમાં ટેલિકોમ કનેક્ટિવીટી અને ઇન્ટરનેટની સુવિધા આપશે. આ સેવા ફ્કત તે ફ્લાઇટ માટે જ હશે જે 3000 મીટર કે તેનાથી વધુની ઉંચાઇએ ઉડાન ભરશે.
આ સુવિધા ઉપલબ્ધ કર્યા બાદ ઇન્ટરનેટ યુઝ કરવા માટે મુસાફરે થોડો વધારે ચાર્જ આપવો પડશે. હજૂ સુધી તે નક્કી નથી થયું કે મુસાફરે ઇન્ટરનેટ યુઝ કરવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે.