FIFA World Cup ૨૦૨૨માં નોરા ફતેહી સાથે આ શખ્સે ખોટી જગ્યાએ કર્યુ ટચ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી આ દિવસોમાં પોતાની ફિલ્મની સાથે સાથે અંગત જીવનને લઈને ચર્ચામાં છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે નોરા ફતેહી ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં પરફોર્મ કરવા જઈ રહી છે. હવે આને લગતો એક વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં નોરા ડાન્સ કરતી જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન નોરા ફતેહી સાથે કંઈક એવું થયું, જેના વિશે તેના ચાહકો એ ક્યારેય વિચાર્યું પણ નહોતું. નોરા ફતેહી આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેનું કારણ તેની ફિલ્મ નહીં, પરંતુ ફિફા ફેન ફેસ્ટિવલમાં કરવામાં આવેલ ડાન્સ છે. જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ‘સાકી સાકી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વિડીયોમાં નોરા તેના કિલર ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળી રહી છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેનો ડાન્સ જોઈને ત્યાં હાજર લોકો પણ ડાન્સ કરવા લાગ્યા. પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. નોરાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેના અંતમાં એક વ્યક્તિ એક્ટ્રેસની નજીક આવતો જોવા મળ્યો હતો. આ પછી વ્યક્તિએ નોરને ખરાબ રીતે સ્પર્શ કર્યું હતું. આ જોઈને નોરાના ચાહકો ગુસ્સે થઈ ગયા.

નોરાના પર્ફોર્મન્સનો વિડિયો ધ્યાનથી જોતા, આ ડાન્સ વિડીયોમાં નોરા તેના બોલિવૂડ ગીત ‘સાકી સાકી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. નોરાનો ડાન્સ જોઈને ચાહકો ખુશીથી ધૂમ મચાવી રહ્યા છે. લાઈવ પરફોર્મન્સ દરમિયાન પાછળથી એક છોકરો સ્ટેજ પર આવે છે. બાકીના વિડિયોમાં આ છોકરો ત્યાં નથી, પણ તે ગીતના અંતે તે અચાનક સ્ટેજ પર આવી જાય છે. આટલું જ નહીં, વિડીયોમાં જોઈ શકાય છે કે તે નોરાને પાછળથી ખોટી જગ્યાએ ટચ કરે છે. જોકે, નોરાની પ્રતિક્રિયા પહેલાં જ વિડીયો પૂરો થઈ જાય છે. આ ડાન્સ વિડીયો સિવાય નોરાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નોરા ફતેહી સ્ટેડિયમમાં જોવા મળી રહી છે. આ વિડીયોમાં નોરા ફતેહી પણ ઘણી ખુશ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે નોરા હાલમાં જ અજય દેવગનની ફિલ્મ “થેંક ગોડ“ માં જોવા મળી હતી.

Share This Article