નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ આગાહી કરતા ચેતવણી આપી છે કે, હિમાલિયન ક્ષેત્રમાં નજીકના બવિષ્યમાં પ્રચંડ ભૂકંપની દહેશત રહેલી છે. પાટનગર દિલ્હીમાં ૮.૫ની તીવ્રતા સાથે ભૂકંપ આવી શકે છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્રમાં ખુબ વધારે પડતા ખેંચતાણની સ્થિતિના લીધે ૮.૫ અથવા તો તેનાથી પણ વધુ તીવ્રતાના આંચકાની અસર થઇ શકે છે. બેંગ્લોર સ્થિત જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચના સિસ્મોલોજિસ્ટ અને અભ્યાસનું નેતૃત્વ કરનાર સીપી રાજેન્દ્રએ કહ્યં હતું કે, ૧૩૧૫ અને ૧૪૪૦ના વચ્ચે ભયાનક ભૂકંપબાદ મધ્ય હિમાલિયન ક્ષેત્ર ભૂકંપની દ્રષ્ટિએ શાંત રહ્યા પછી ફરીવાર ભૂગર્ભ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ દ્રષ્ટિએ ભૂગર્ભ ક્ષેત્રમાં ખેંચતામની સ્થિતિ થઇ રહી છે.
દિલ્હી માટે આ ખતરની બાબત છે. કારણ કે ભુકંપની દ્રષ્ટિએ તે ખુબ સંવેદનશીલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જા આ પ્રકારનો ભૂકંપ આવશે તો દિલ્હીમાં માત્ર ૨૦ ટકા ઇમારતો જ બચી શકશે ભૂકંપની દ્રષ્ટિએ શહેર એટલા માટે પણ સંવેદનશીલ છે કે ત્રણ ફોલ્ટ લાઈનો ઉપર તે સ્થિત છે. આ ફોલ્ટ લાઈન સોહના, મથુરા અને દિલ્હી-મુરાદાબાદમાં છે. સૌથી વધારે સંવેદનશીલ ગુડગાંવ ક્ષેત્ર છે જેની આસપાસ સાત ફોલ્ટ લાઈનો રહેલી છે. જીઆરઆઈએચએચ કાઉન્સિલના સ્થાપક માનિત રસ્તોગીનું કહેવું છે કે, ૨૦૦૧માં ગુજરાત ભૂકંપ બાદ દિલ્હીને ઝોન ત્રણથી ઝોન ચારમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા બાદ અભ્યાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અલબત્ત તમામ ઇમારતો આના પહેલા ડિઝાઈન કરવામાં આવી હતી. દિલ્હીની માત્ર ૧૦ ટકા ઇમારતો જ ભૂકંપનો સામનો કરી શકે છે. દિલ્હી સરકારની મોટાભાગની ઇમારતો ભૂકંપના કેન્દ્રમાં આવે છે. તેમના પર નિયમિતરીતે નજર રાખવામાં આવી રહી છે.