બાળપણમાં શાહિદની કોપી કરતો હતો ઇશાન ખટ્ટર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મ ધડકમાં લીડ રોલ પ્લે કરનાર શાહિદ કપૂરનો સાવકો ભાઇ ઇશાન ખટ્ટર આજકાલ ચર્ચામાં છે. ઇશાન નાનપણમાં ભાઇ શાહિદની કોપી કરતો હતો. આજે પણ ડાન્સમાં શાહિદને ગુરુ જ માને છે.  શ્રીદેવીની દીકરી જ્હાન્વી ધડક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. ઇશાન અને તેની કો-સ્ટાર જ્હાન્વીના અફેરની વાતોએ પણ બોલિવુડમાં જોર પકડ્યુ છે.

કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ ધડક મરાઠી બ્લોકબસ્ટર ફિલ્મ સૈરાટની રિમેક છે. ઇશાનને જ્યારે ભાઇ શાહિદનું રિએક્શન પૂછવામાં આવ્યુ ત્યારે તેણે કહ્યુ કે, શાહિદે જ્યારે ફિલ્મનુ ટ્રેલર જોયુ ત્યારે તે ઉત્તરાખંડમાં તેની ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યો હતો. ટ્રેલર જોયા બાદ શાહિદે ઇશાનને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે તેને ટ્રેલર અને વિડીયો સોંગ બંને ખૂબ પસંદ આવ્યુ છે.

ઇશાને તે પણ કહ્યુ હતુ કે, એક્ટિંગ શાહિદ અને તેના જીન્સમાં છે. બંનેની માતા નિલીમા અઝીમને લીધે તેમનામાં આ ગુણ ઉતર્યા છે. ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ 20 જુલાઇએ રિલીઝ થવાની છે. દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Share This Article