છત્તીસગઢમાં પણ મોદીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

રાયપુર :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢમાં પણ રેલી યોજી હતી જેમાં કોંગ્રેસ પાર્ટીને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યા હતા. રાયગઢના કોડાતરાઈમાં આ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં વડાપ્રધાન મોદીએ આક્રમક પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, છત્તીસગઢમાં લોકચુકાદો જે પણ આવ્યો છે તેને અમે સ્વીકારીએ છીએ પરંતુ છત્તીસગઢના લોકોની સેવા યથાવતરીતે જારી રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, નવી કોંગ્રેસની સરકાર આવ્યા બાદ અગાઉના તમામ વિકાસ કામો રોકી દેવામાં આવ્યા છે. લોકો ફરીવાર મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, છત્તીસગઢમાં અગાઉની વિકાસ કામગીરી અને હાલની સરકારોની ગતિવિધિ દેખાવવા લાગી ગઈ છે. અગાઉની સરકારમાં થયેલા વિકાસ કામોને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે. જા કે, તેમણે ખાતરી આપી હતી કે, તમામ વિકાસ કામોને છત્તીસગઢમાં યથાવતરીતે આગળ વધારવામાં આવશે.

કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, મહામિલાવટ અને મહાગઠબંધનને લઇને લોકો તમામ ગતિવિધિને જાઈ રહ્યા છે. પરંતુ મોદીએ ખાતરી આપતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચારીઓને સાથ આપનાર કોઇને પણ છોડવામાં આવશે નહીં. લોકોના પરસેવાને લુંટી લેનારને છોડવામાં આવશે નહીં. મોદીએ કહ્યું હતું કે, બંગાળમાં મા, માટી અને માનુષના નામ ઉપર જે લોકોને સત્તા આપવામાં આવી હતી તે લોકો આજે રક્તપાત ઉપર ઉતરી આવ્યા છે. આજે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી છે પરંતુ દાદાગીરી કોઇ અન્યની ચાલી રહી છે. શાસન ટીએમસીના જગાઈ અને મધાઈ ચલાવી રહ્યા છે. ટીએમસીની સરકારની તમામ યોજનાઓના નામ પર વચેટિયાઓના અધિકારો છે. દલાલોના અધિકાર છે. મમતા બેનર્જી દિલ્હી જવા માટે પરેશાન છે.

બંગાળમાં ગરીબ અને મધ્યમ વર્ગને સિન્ડિકેટના ગઠબંધનથી લૂંટવા માટે છોડી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં મોતીએ કોલકતાના પોલીસ કમિશનર રાજીવકુમારનો બચાવ કરવાને લઇને પણ મમતા બેનર્જી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, મમતા બેનર્જી હવે ભયભીત થઇ ગયા છે. ભાજપના કાર્યકરોની વધત જતી તાકાતથી પરેશાન થયેલા છે જેથી ભાજપના લોકોની રેલીઓ અને હેલિકોપ્ટરોને રોકવામાં આવી રહ્યા છે. મમતાના ગઢમાં મોદીએ કહ્યું હતું કે, ઉત્તર બંગાળ સાથે તેમને ખાસ સંબંધો રહેલા છે. આ સંબંધો ચા સાથે જાડાયેલા છે. મમતા બેનર્જી આજ કારણસર ચા વાળાઓથી ભયભીત રહે છે. મમતા સરકાર માટીને બદનામ કરી રહી છે. માનુષને મજબૂર કરી ચુકી છે. માનુષને બંગાળથી બહાર જવાની ફરજ પડી છે. જલપાઈ ગુડીમાં મોદીએ કહ્યું હતું કે, ઉત્તર બંગાળ કેટલીક બાબતોને લઇને જાણીતું છે જેમાં ટિન્ડર, ટ્યુરિઝમ અને ટીનો સમાવેશ થાય છે પરંતુ સરકાર આની તરફ ધ્યાન આપી રહી નથી. આજે દશકો જુની માંગ ફરી પૂર્ણ થઇ છે.

કોલકાતા હાઈકોર્ટની જલપાઈગુડી ખંડપીઠનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ, તૃણમુલ અને ડાબેરીઓ દ્વારા આનીતરફ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. કોલકાતા હાઈકોર્ટે આશરે ૨૦ વર્ષ પહેલા આની માંગ કરી હતી પરંતુ આ માંગ હવે પુરી થઇ છે. ત્રિપલ તલાકના મુદ્દે પણ મોદીએ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે પોતાનો ચહેરો દર્શાવીને કહી દીધું છે કે, તેમની સરકાર બનશે તો ત્રિપલ તલાક કાનૂનને ખતમ કરવામાં આવશે

Share This Article