ચેન્નાઈમાં એક માથાફરેલ આશિકે પ્રેમનો પ્રસ્તાવ સ્વિકાર ન કરતા મંગળવારની રાત પોતાના કપડામાં છુપાવીને લાવેલી બિયરની ખાલી બોટલ કાઢી અને તેણે મહિલાના મોઢામાં મારી દીધી હતી. કિલપૌકમાં એક હોટલના ફ્રન્ટ ડેસ્ક પર કામ કરનારી એસ્પોયરિંગ એરલાઈન કેબિન ક્રૂ ૨૦ વર્ષિય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જેની ઓળખાણ નવીન કુમાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે ફેસબુક પર છોકરીને એવો દાવો કરીને દોસ્તી કરી હતી કે તે એક નૌસેનાનો અધિકારી છે.
નવીને છોકરીના ચહેરા પર ઘા કરવાનું જાણી જોઈને નક્કી કર્યું. કારણ કે તેને વિકૃત બનાવવા માગતો હતો. જેથી તેને એરલાઈનની નોકરી ન મળે અને તે બીજા કોઈ સાથે લગ્ન પણ ન કરી શકે.આરોપી સાથે પુછપરછ બાદ એક તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, તેને શંકા હતી કે આ છોકરી કોઈ અન્ય સાથે પ્રેમમાં હોય શકે છે. વેપેરીના રહેવાસી નવીન આઈએનએલ એ઼ડયાર કેન્ટિંનમાં મજૂર તરીકે કામ કરતો હતો. તે કેરલના તિરુવનંતપુરમની રહેવાસી છોકરીનો પીછો કરતો રહેતો હતો. છ મહિના પહેલા તેને ફેસબુક પર દોસ્તી થઈ. આરોપીએ પોતાના સોશિયલ મીડિયા સ્ટેટ્સમાં લખ્યું હતું કે, ‘નૌસેનામાં સેવા કરવા પર ગર્વ’. આ રિપોર્ટમાં એક પોલીસ અધિકારીના હવાલેથી લખવામાં આવ્યું છે કે, નવીન કુમારે છોકરીને કહ્યું હતું કે, તે સમુદ્રમાં છે અને તટ પર પાછા આવ્યા બાદ મળશે. બાદમાં તે યુવતીના પૈતૃત નિવાસસ્થાને પણ અમુક વખત ગયો. ગત મહિને છોકરી ચેન્નાઈ આવી હતી અને કિલપૌકની એક હોટલમાં નોકરી કરવા લાગી. તે નજીકની એક મહિલા હોસ્ટેલમાં રહેતી હતી.
એક પોલીસ સૂત્રએ કહ્યું કે, તે એરલાઈન કેબિન ક્રૂ તરીકે પોતાના એનરોલમેન્ટની રાહ જોઈ રહી હતી. જ્યારે તેને ખબર પડી કે, નવીન તેની સાથે ખોટુ બોલી રહ્યો છે, તો યુવતીએ છોકરા સાથે મળવાનું અને વાત કરવાનું બંધ કરી દીધું. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારની રાતે યુવતી જ્યારે હોટલમાંથી કામ પતાવ્યા બાદ પોતાની હોસ્ટેલ તરફ જઈ રહી હતી, તેજ સમયે નવીને તેને રોકી. યુવકે લગ્ન કરવા માટે તેને પ્રેશર આપ્યું. જ્યારે યુવતીએ આ પ્રસ્તાવને ઠોકર મારી દીધી તો, તે ગુસ્સામાં આવી ગયો. તેણે પોતાના કપડામાં છુપાવેલી બિયરની ખાલી બોટલ કાઢી અને છોકરીના ચહેરા પર ફોડી નાખી, વારંવાર ઘા કરતો રહ્યો. રાહદારીઓએ આરોપી નવીન કુમારને પકડી લીધો, જો કે તે ભાગવામાં સફળ રહ્યો હતો. લોહીલુહાણ છોકરીને નજીકની હોસ્પિટલમાં જઈ જવામાં આવી, જ્યાં ડોક્ટર્સે તેના ચહેરા પર ૨૫ ટાંકા લેવા પડ્યા હતા.