કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં સોનમ મળી માહિરાને..!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફ્રાન્સના કાન શહેરમાં ચાલી રહ્યા 71માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડ સેલિબ્રિટી રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવી રહ્યાં છે. વિદેશી ડ્રેસીસમાં દેશી ચહેરા ખૂબ ચમકી રહ્યાં છે. એશ્વર્યા રાય, દિપીકા પાદુકોણ, કંગના રનૌત, સોનમ કપૂર અને મલ્લિકા શેરાવતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની રોનક વધારી દીધી હતી. તેમાં પણ સોનમ કપૂર અને માહિરા ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

એશ, દિપીકા અને કંગના કાન્સથી પાછા ફરી ગયા છે જ્યારે બોલિવુડની ફેશન આઇકોન હજૂ પણ ત્યાં જ છે. સોનમ અને માહિરા ત્યાં મળ્યા અને તેની તસવીરો સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થઇ હતી. ટ્વિટર પર પણ આ તસવીરો શેર કરવામાં આવી હતી.

8 મે ના રોજ સોનમ અને આનંદ લગ્નના બંધનમાં બંધાયા હતા. માહિરા ખાને ટ્વિટ કરીને સોનમને શુભકામનાઓ આપી હતી, જેના જવાબમાં સોનમે કહ્યું હતુ કે જલ્દી જ કાન્સમાં મળીએ. જ્યારે કાન્સમાં માહિરા અને સોનમ મળ્યા ત્યારે કાન્સની રોનક વધી ગઇ હતી.

માહિરા ખાન પાકિસ્તાન ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીની મોટી સ્ટાર છે. તેનું કનેક્શન બોલિવુડ સાથે પણ છે. તેણે શાહરૂખ ખાન સાથે રઇસ ફિલ્મમાં કામ કર્યુ છે. જેમાં તે શાહરૂખની બેગમના રોલમાં નજરે ચડી હતી.

Share This Article