કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી દરરોજ દીપિકા પાદુકોણનાં નવાં નવાં લૂક્સ આવે છે અને જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. છેલ્લે તે કાન્સનાં રેડ કાર્પેટ પર ઓરેન્જ કલરનું ગાઉન પહેરીને પહોંચી હતી. આ ગાઉનમાં તે ઘણી જ સુંદર લાગતી હતી પણ તેને સંભાળવું અને તેને પહેરીને ચાલવામાં તેને ઘણી મુશ્કેલી પડી હતી જેને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઇ હતી. દીપિકા પાદુકોણ જ્યૂરી મેમ્બર્સ સાથે ફિલ્મ ‘લિનોસન્ટ’ના પ્રીમિયરમાં આવી હતી. આ દરમિયાન તે ઑફ શોલ્ડર ઓરેન્જ ગાઉનમાં આવી હતી. આ ગાઉનમાં દીપિકા ઘણી જ સુંદર લાગતી હતી.
દીપિકાએ સો.મીડિયામાં કાન ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો પણ શૅર કરી હતી. આ ગાઉન એટલું લાંબુ હતું કે તેને પહેરીને ચાલવું ઘણું મુશ્કેલ હતું. જે માટે દીપિકાએ વારંવાર તેને પકડવું પડી રહ્યું હતું. ચાલતા સમયે તેનાં પગમાં પણ આવતું હતું જેને કારણે તેણે ગાઉનનું પોટલું બનાવી હાથમાં પકડીને ઉચકીને સીડીઓ ચઢવી પડી હતી.
દીપિકાનું ગાઉન જોઇને સોશિયલ મીડિયા પર તે ખુબજ ટ્રોલ થઇ હતી. કોઇએ લખ્યું કે, આ શું પહેરીને આવી ગઇ તો કોઇએ લખ્યું. આખી પાર્ટીનું પોતુ થઇ ગયું. તો કોઇએ લખ્યું, લાગે છે આણે ટ્રાયલ લીધા વગર જ ડ્રેસ પહેરી લીધો છે. તો અન્ય એકે લખ્યું છે કે, ખુબજ ગંદી રીતે ડિઝાઇન કરેલો ડ્રેસ છે. દીપિકાને વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હવે તે શાહરુખ ખાનની ‘પઠાન’માં જોવા મળશે. આ ઉપરાંતે તે હૃતિક રોશન સાથે ‘ફાઇટર’માં કામ કરી રહી છે