કેનેડામાં બલ્લે બલ્લે – સાત પંજાબી બન્યા સાંસદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં 7 જૂને થયેલ ચૂંટણીમાં સાત પંજાબીઓએ જીત હાસિલ કરી છે. વિદેશી ધરતી પર પંજાબીઓએ જીત મેળવી છે. કેનેડાની પ્રોગ્રેસીવ પાર્ટીએ ઓન્ટારિઓમાં છેલ્લા 15 વર્ષથી રાજ કરી રહેલી લિબરલ પાર્ટીને મ્હાત આપી છે. પ્રોગ્રેસીવ પાર્ટીએ ડગફોર્ડના નેતૃત્વમાં ચૂંટણી લડીને 76 સીટો પર કબ્જો મેળવી લીધો છે.

બીજા સ્થાન પર ન્યૂ ડેમોક્રેટિવ પાર્ટી રહી જેને 39 સીટ મળી છે. જ્યારે ઓન્ટારિયો પર 15 વર્ષથી કબ્જો જમાવીને બેઠેલા લિબરલ પાર્ટીને ફક્ત 7 સીટથી સંતોષ માનવો પડ્યો છે. ગ્રીન પાર્ટીને 1 સીટ મળી છે. પ્રોગ્રેસીવ પાર્ટીએ ચૂંટણીમાં બહુમત મેળવ્યો છે.

પ્રોગ્રેસીવ પાર્ટીમાંથી ટીકીટ લઇને ચૂંટણી લડી રહેલા પંજાબી પ્રભમીત સિંહ સરકારિયા, અમરજોત સિંધ સંધૂ, પરમ ગિલ, નીના તાંગડી, દીપક આનંદ, વગેરેએ જીત મેળવી હતી.

કેનેડામાં ભારતીય પ્રજા વસેલી છે. જેમાં સૌથી વધારે પંજાબી લોકો વસ્યા છે. પંજાબી લોકો કેનેડાને પોતાનું બીજુ ઘર જ માને છે. કેનેડામાં થયેલી આ જીતમાં સાત પંજાબી સાંસદ બનીને ભારતને ગૌરવ અપાવ્યુ છે. વેલ, કોન્ગ્રેચ્યુલેશન..!!

Share This Article