બ્રિટનના એક દાયકાનું સૌથી મોટુ પ્રદર્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિરોધ કરનારાઓમાં મોટાભાગના શિક્ષકો, સરકારી કર્મચારીઓ અને ટ્રેનના ડ્રાઇવરો છે. જેઓ પોતાનું કામકાજ છોડીને હડતાળ પર ઉતર્યા હતા. આ લોકો સરકારને પગાર વધારવા અને મોંઘવારીમાં ઘટાડો કરવાની માંગણી કરી રહ્યા છે. અલઝઝીરા મુજબ હડતાળ પર ઉતરેલા લગભગ ૩ લાખ જેટલા લોકો તો માત્ર શિક્ષકો જ છે. જેઓ પહેલા કોરોના અને પછી યુક્રેન યુદ્ધના કારણે વધેલી મોંઘવારીને કારણે પરેશાન છે. હડતાળ પહેલા વડાપ્રધાન ઓફિસે ચેતવણી જાહેર કરને જણાવ્યું હતું કે પ્રદર્શનથી અવ્યવસ્થા ફેલાશે. સરકારની આ વાતને પણ લોકોએ માની નથી અને પ્રદર્શન કરી રહ્યા છે.
નેશનલ એજ્યુકેશન યુનિયને કહ્યું કે શિક્ષકોની હડતાળ એટલી મોટી હતી કે તેનાથી ૨૩,૦૦૦ સ્કૂલોને અસર થઈ હતી. જ્યારે બ્રિટનમાં પણ ટ્રેનના ડ્રાઇવરો કામ પર ન ગયા હોવાથી મોટાભાગની ટ્રેનો બંધ રહી હતી. જે મુજબ, બ્રિટનમાં મોંઘવારી વધી છે, જેના કારણે ખર્ચને પહોંચી વળવા તેમનો પગાર ઓછો પડી રહ્યો છે. ૧૦ કલાક કામ કર્યા પછી પણ લોકો પાસ્તા ખાઈને દિવસ પસાર કરવો પડે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ અનુસાર, ૨૦૧૦ અને ૨૦૨૨ની વચ્ચે શિક્ષકોના પગારમાં ૯ થી ૧૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.