ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ૫૦૦ની નકલી નોટ આપવા બાબતે એક મહિલા પર જીવલેણ હુમલો થતા હડકંપ મચ્યો છે. જો ઘટનાની વાત કરીએ તો ૧૫ દિવસ પહેલા ૫૦૦ની નકલી નોટ આપવાની દાઝ રાખીને ત્રણ શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યુ છે. આ સાથે ત્રણ શખ્સોએ મહિલાને ઝેરી દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. મહિલાની તબિયત લથડતા તેને સારવાર માટે તાત્કાલિક ધોરણે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તો આ અગાઉ અમદાવાદમાંથી ૨૫ લાખની નકલી નોટો ઝડપાઈ હતી. અમદાવાદ શહેરના ઝોન ૨ ડીસીપી સ્કોર્ડ નકલી નોટ સાથે ૪ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more