કોંગ્રેસ હાલના દિવસોમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત છે. આ દરમિયાન કેટલાય કોંગ્રેસી કાર્યકર્તા અને સમાજના અન્ય લોકો પણ આ યાત્રા સાથે જોડાઈ રહ્યા છે. જો કે,આ યાત્રાને લઈને અમુક વિવાદો પણ સામે આવી રહ્યા છે. ભાજપે પણ અમુક સવાલો ઊભા કર્યા છે. આ તમામની વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી મજાકનું પાત્ર બન્યા છે. આ યાત્રાને એક સ્થળ પર મંચ પર રાહુલ ગાંધી અને કેટલાય કોંગ્રેસી કાર્યકર્તા ઊભા છે. રાષ્ટ્રીય ગીત વગાડવાની ઘોષણા રાહુલ ગાંધી કરે છે. ત્યાર બાદ અન્ય કાર્યકર્તાઓ પણ સાવધાનની મુદ્રામાં આવી જાય છે. જો કે, આ દરમિયાન ભૂલ થઈ જાય છે અને રાષ્ટ્રીગીતની જગ્યાએ કંઈક અન્ય મ્યૂઝિક વાગવા લાગે છે. જો કે, થોડી સેકન્ડ બાદ રાહુલ ગાંધી ટોકે છે અને ઈશારો કરી તેને બંધ કરવા જણાવે છે. સોશિયલ મીડિયા પર વીડિયો આવતા કેટલીય પ્રતિક્રિયા આવવા લાગી હતી. અમુક યુઝર્સ તેને નેપાળનું રાષ્ટ્રગીત બતાવી રહ્યા છે.
રાહુલ ગાંધી હકીકતમાં અખંડ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી સાત નવેમ્બરે મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાંદેડ ઉપરાંત રાજ્યના હિંગોલી અને વાશિમ જિલ્લામાંથી પસાર થઈ ચુકી છે. મહારાષ્ટ્રના અકોલા અને બુલઢાણા જિલ્લામાંથી પસાર થયા બાદ ૨૦ નવેમ્બરે મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરશે.