બર્લિનમાં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનીત કર્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જર્મનીના ચાન્સલર સાથે વડાપ્રધાને મુલાકાત કરી

૩ દિવસના યુરોપીય પ્રવાસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

હોટલમાં પીએમ મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે જર્મનીના ચાન્સલર ઓલાફ સકોલ્ઝ સાથે મુલાકાત કરી છે. પ્રધાનમંત્રીની સ્કોલ્ઝના ચાન્સલર બન્યા બાદ આ પ્રથમ મુલાકાત છે. 

ત્યારબાદ પીએમ મોદી છઠ્ઠા ભારત-જર્મની અંતર સરકારી વિચાર વિમર્શ IGCની સહ-અધ્યક્ષતા કરશે. આ એક વિશિષ્ટ કાર્યક્રમ છે જેને ભારત માત્ર જર્મની સાથે કરે છે. આઈજીસીની શરૂઆત ૨૦૧૧માં થઈ હતી. આ એક વિશિષ્ટ દ્વિવાર્ષિક તંત્ર છે જે બંને દેશોની સરકારને વ્યાપક દ્વિપક્ષીય મુદ્દા પર સમન્વયની મંજૂરી આપે છે.

આ કાર્યક્રમમાં બંને દેશના કેટલાક મંત્રી પણ ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નાણામંત્રી ર્નિમલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બેઠકમાં ભાગ લેશે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ હોટલ એડલોન કેમ્પિન્સ્કી પહોંચ્યા તો ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

આ દરમિયાન લોકોએ ભારતમાતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા. લોકોમાં પીએમ મોદીની મુલાકાતને લઈને ખુબ ઉત્સાહ જાેવા મળ્યો. પીએમ મોદી બર્લિનમાં ભારતીય મૂળના લોકોને મળ્યા. આ દરમિયાન એક બાળકીએ પીએમ મોદીને એક પેન્ટિંગ પણ દેખાડ્યું જે જાેઈને પીએમ મોદી ખુબ ખુશ થઈ ગયા. આ પળનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

પેન્ટિંગ પીએમ મોદીનું છે. બાળકીને પીએમએ પૂછ્યું કે આ તસવીર બનાવવામાં તેને કેટલો સમય લાગ્યો તો બાળકીએ કહ્યું કે લગભગ ૧ કલાકનો સમય લાગ્યો. ત્યારબાદ પીએમએ સવાલ કર્યો કે આ તસવીર કેમ બનાવી તો બાળકીએ કહ્યું કે તમે મારા આઈકન છો.

ત્યારબાદ પીએમ મોદીએ બાળકીને આશીર્વાદ આપ્યા અને બાળકીને તસવીર પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.  પીએમ મોદી જર્મની બાદ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સનના નિમંત્રણ પર ત્રણ અને ચાર મેના રોજ કોપેનહેગન જશે. આ દરમિયાન તેઓ ફ્રેડરિક્સન સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને દ્વિતીય ભારત-નાર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. 

પ્રવાસના અંતિમ તબક્કામાં તેઓ ફ્રાન્સ જશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળશે. અત્રે જણાવવાનું કે આ વર્ષે પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે.

Share This Article