બસ્તર અને સંપૂર્ણ દણ્ડકારણ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દશકોથી રક્તપાતનો દોર જારી રહ્યો છે. આ રક્તપાતના દોરને રોકવા માટે હવે સ્થાનિક આદિવાસી પણ સામે આવી રહ્યા છે. આદિવાસી સમુદાયના લોકો શાંતિ સ્થાપિત કરવા માટે આશાવાદી બનેલા છે. હાલમાં મહારાષ્ટ્રના ગઢચરોલી વિસ્તારમાં પણ ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો જેના કારણે નક્સલવાદીઓનો મામલો ફરી સપાટી પર આવ્યો છે. નક્સલવાદીઓ હાલમાં અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. તેમનો હેતુ છે કે નક્સલવાદીગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકો વાતચીત મારફતે કોઇ રસ્તો શોધી કાઢે અને તમામ સમસ્યાનો ઉકેલ આવી શકે. નિર્દોષ લોકોની હત્યાને રોકવામાં આવે. હકીકતમાં બસ્તરના આદિવાસીઓના કારણે જ અહીં નક્સલવાદીઓ હજુ સુધી સક્રિય થયેલા હતા.
જેથી હવે પ્રભાવિત આદિવાસીઓને જ આ ઝુંબેશ સાથે જાડી દેવામાં આવ્યા છે. જેથી સરકાર અને નક્સલવાદીઓને વાતચીત માટે તૈયાર કરી શકાશે. દણ્ડકારણ્ય વન્ય વિસ્તારમાં વર્ષ ૧૯૮૦માં ભારે વરસાદ થયા બાદ સાત નક્સલવાદીઓના સાત દળોએ પ્રવેશ કરી લીધો હતો. એ વખતે મÎય ભારતમાં નક્સલવાદી આંદોલનની શરૂઆત થઇ હતી. આ અલગ વાર્તા છે કે નક્સલવાદીઓ મધ્ય ભારતમાં ક્રાન્તિ કરવા માટે નહીં બલ્કે હકીકતમાં તો છુપાવવા માટે આવ્યા હતા.આશરે વર્ષ ૧૯૯૦ સુધી તેમની સાથે કોઇ આદવાસી જાડાયા ન હતા. ત્યારે નક્સલવાદીઓની મદદ કરનાર પર હુમલા કરવાની સરકારે શરૂઆત કરી દીધી હતી. ૮૦ અને ૯૦ના દશકમાં મોટી સંખ્યામાં તત્કાલીન આંધ્રપ્રદેશમાંથી તેલુગુ ભાષી માઓવાદી દણ્ડકારણ્યમાં આવતા રહ્યા હતા. આંધ્રપ્રદેશમાં નક્સલી આંદોલનના પતનથી આ સંખ્યામાં વધારો થયો હતો. આજે પણ માઓવાદી પાર્ટીના ટોપના તેલુગુ નેતા છે. આ આશરે ૪૦ વર્ષના ગાળામાં માઓવાદી પાર્ટીના પોલિટબ્યુરો અથવા તો સેન્ટ્રલ કમિટીમાં છત્તિસગઢના કોઇ પણ આદિવાસી નથી. જે આજકલ તેમના મુખ્ય કેન્દ્ર તરીકે છે. આ બાબત સાચી છે કે વર્ષ ૧૯૯૦ બાદથી અને ખાસ કરીને વર્ષ ૨૦૦૪ બાદથી સ્થાનિક આદિવાસી મોટી સંખ્યામાં માઓવાદી આંદોલનમાં સામેલ થયા છે. આ આદિવાસી જ માઓવાદી આંદોલનની મુખ્ય તાકાત તરીકે રહ્યા છે.
મોટા ભાગના માઓવાદી તેલુગુ નેતા હવે વૃદ્ધ થઇ ચુક્યા છે. તેમના પૈકી કેટલાક તો હવે પહાડી વિસ્તારમાં અને વન્ય વિસ્તારમાં ચાલી પણ શકતા નથી. જેની સીધી અસર છત્તિસગઢના માઓવાદી આંદોલનમાં ઘટી રહેલા શિસ્તમાં દેખાય છે. પહેલા નક્સલવાદીઓ ચેતવણી આપતા હતા. હવે માત્ર શંકાના આધાર પર જ હત્યા કરવામાં આવે છે. ઝારખંડમાં પણ માઓવાદીઓના કેટલાક વર્ગ રહેલા છે. જે પારસ્પરિક રીતે લડી રહ્યા છે. બસ્તરમાં પણ કેટલાક સમયથી ગેંગવોરની સ્થિતી જાવા મળી રહી છે. જેના કારણે માઓવાદીઓની તાકાત ઘટીરહી છે. આવી સ્થિતીમાં શાંતિ પ્રયાસો હાથ ધરવા માટેનો આ યોગ્ય સમય છે. દેશના કેટલાક રાજ્યો માઓવાદીગ્રસ્ત રહ્યા છે.
અલબત્ત છેલ્લા કેટલાક વર્ષોમાં સીઆરપીએફ અને અન્ય સુરક્ષા જવાનો દ્વારા લેવામાં આવી રહેલા પગલાના કારણે માઓવાદીઓની કમર તુટી રહી છે. તેમની સામે નિર્ણાયક કાર્યવાહી ચાલી રહી છે. હવે સફળતા મળવા માટે કેટલાક કારણો રહેલા છે. કારણ કે માઓવાદી પ્રભાવવાળા વિસ્તાર ઘટી રહ્યા છે. સાથે સાથે તેમની તાકાત પણ ઘટી રહી છે. તેમને સાથ આપનાર અને આશ્રય આપનાર લોકો દુર થઇ રહ્યા છે. સુરક્ષા દળો દ્વારા અસરકારક રણનતી અપનાવવામાં આવી રહી છે. જેની અસર હવે દેખાઇ રહી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે આગામી થોડાક વર્ષમાં માઓવાદી ગતિવિધી બિલકુલ ઓછી થઇ જશે. કેન્દ્રમાં મોદી સરકાર દ્વારા કેટલાક નક્કર પગલા લેવામાં આવી રહ્યા છે. એકબાજુ અસંતુષ્ટ લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કેટલીક યોજના શરૂ કરવામાં આવી છે.