બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ હવે ભાડા વધારો જાહેર કર્યો છે. કટ્ટા દીઠ ૧૦ રુપિયા જેટલો વધારો જાહેર કરવાની સાથે જ ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. તો હવે બનાસકાંઠા બાદ અરવલ્લી અને સાબરકાંઠામાં પણ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે. આવી સ્થિતિમાં બટાકાના ઉત્પાદન સમયે જ ભાડા વધારો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોમાં રોષ પેદા કરી શકે છે. કોલ્ડ સ્ટોરેજના ભાવમાં વધારો કરવાને લઈ ખેડૂતોએ હવે વિરોધ કર્યો છે. કિસાન સંઘે પણ હવે ભાડા વધારોનો વિરોધ કર્યો છે. જિલ્લામાં ૧૯૯ જેટલા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેના સંચાલકો દ્વારા વરસે દહાડે બેઠક યોજવામાં આવે છે. જેમાં મોટે ભાગે ભાડામાં વધારો જાહેર કરવામાં આવતો હોય છે. આ વખતે પણ ભાડા વધારો કરવામા આવે છે. જાેકે હવે ખેડૂતોએ હવે ભાવ વધારો પરત ખેંચવાને લઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પતિ, સાસુ અને નણંદે પરિણિતાને મરવા મજબૂર કરી, 7માં માળેથી કૂદીને આત્મહત્યા કરી
વડોદરા : માંજલપુરમાં સાતમા માળેથી પરિણીતાએ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો દાખલ...
Read more