બહીયલ ગામે કમ્પાઉન્ડરને પત્ની સાથે આડા સંબંધના વહેમે પતિએ મારમાર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દહેગામના બહીયલમાં રહેતો ૨૩ વર્ષનો યુવાન એક ક્લિનિકમાં છેલ્લા સાત વર્ષથી કંપાઉન્ડર તરીકે ફરજ બજાવે છે. સમયે કંપાઉન્ડર ઘરે જમવા માટે ગયો હતો અને બપોરના દોઢેક વાગે ક્લિનિક જઈ રહ્યો હતો. એ વખતે એક એક્ટિવા પર આવેલા ઈસમે તેને રસ્તામાં આંતરીને ઊભો રાખ્યો હતો. બાદમાં તે કંપાઉન્ડરને જાહેરમાં બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યો હતો અને પોતાની પત્ની સાથે આડા સંબંધોનો વહેમ રાખી માથાકૂટ કરવા લાગ્યો હતો. જેથી યુવાને ગાળો નહીં બોલવા કહેતા ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાથે લાવેલી લાકડી લઈને કમ્પાઉન્ડરને ફટકારી દીધી હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ કંપાઉન્ડરને વધુ મારમાંથી છોડાવ્યો હતો.

આ દરમિયાન જતાં જતાં પણ એક્ટિવા સવાર ફરીવાર સામે આવીશ તો જાનથી નાખવાની ધમકીઓ આપતો ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત કંપાઉન્ડરને સારવાર અર્થે લઈ જવાયો હતો. જે અંગે દહેગામ પોલીસે આડા સંબંધોનો વહેમ રાખી કંપાઉન્ડરને માર મારનાર એક્ટિવા લઈને આવેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.દહેગામના બહીયલમાં પત્ની સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખી પતિએ ખાનગી ક્લિનિકનાં કમ્પાઉન્ડરને લાકડીઓ ફટકારી હતી. તેમજ પતાવી દેવાની ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article