ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ રવિવારના દિવસે નવો ઇતિહાસ રચ્યો હતો. બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મહિલા સિંગલ્સની ફાઈનલમાં પીવી સિંધુએ જાપાની ખેલાડી નોઝોમી ઓકુહારા પર એક તરફી જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ આ ટુર્નામેન્ટમાં તાજ પોતાના નામે કરનાર તે પ્રથમ ભારતીય બની ગઇ હતી. સ્વિત્ઝર્લેન્ડના બાસેલમાં ૩૫ મિનિટ સુધી આ ફાઈનલ મેચ ચાલી હતી જેમાં સિંધુએ પોતાની હરીફ ખેલાડી ઓકુહારા પર ૨૧-૭ અને ૨૧-૭થી જીત મેળવી હતી. સિન્ધુએ એક નવો ઇતિહાસ રચી દીધો છે.
પાંચમી જુલાઇ ૧૯૯૫ના દિવસે જન્મેલી પીવી સિન્ધુએ બેડમિન્ટન જગતમાં એવા સમયમાં પ્રવેશ કર્યો છે જ્યારે સાયના નહેવાલ, જ્વાલા ગુટ્ટુ જેવી ખેલાડીઓની બોલબાલા હતી. જો કે પોતાની જારદાર મહેનતના કારણે તે અલગ તરી આવી છે. તેની મહેનતના કારણે તે માત્ર ૧૭ વર્ષની વયમાં વિશ્વની મહિલા બેડમિન્ટન ફેડરેશનની ટોપ ૨૦ ખેલાડીઓમાં સામેલ થઇ રહી છે. વર્ષ ૨૦૧૬માં તે ઓલિમ્પિકમાં સિલ્વર જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ હતી. તે પહેલા સાયના નહેવાલ કાસ્ય ચન્દ્રક જીતી શકી હતી. વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં વિશ્વ ચેમ્પિયનશીપમાં તે સતત સિલ્વર જીતવામાં સફળ રહી હતી. ભારત સરકાર તરફથી તે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી ચુકી છે. ભારતીય ખેલાડી જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર આગળ વધી રહ્યાછે તે જાતા નવી આશા જાગી છે. આવનાર સમયમાં સિન્ધુ વિશ્વની સૌથી શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરે તેવી વકી છે. ભારતીય બેડમિન્ટન સ્ટાર અને ક્વીન પીવી સિન્ધુ હવે એક પછી એક નવી સિદ્ધી હાંસલ કરી રહી છે.
બેડમિન્ટનમાં તે પોતાની કુશળતા વિશ્વમાં સતત પુરવાર કરી રહી છે. તેની રમતમાં દિન પ્રતિદિન સુધારો થઇ રહ્યો છે. જેના કારણે તે હવે દુનિયાની ટોપ બેડમિન્ટન ખેલાડીઓ પર પણ જીત મેળવી રહી છે. ભારતના યુવા ખેલાડી રમતગમતના ક્ષેત્રમાં જે રીતે એક પછી એક સિદ્ધી હાંસલ કરી રહ્યા છે તે જાતા લાગે છે કે આગામી ઓલિમ્પિકમાં ભારતીય ટીમ વધુ શાનદાર દેખાવ કરી શકશે. અમારી મેડલ ટેલિમાં વધારે સુધારો થનાર છે. રવિવારની સિદ્ધી પહેલા ક્વીન પીવી સિન્ધુએ ચીનના ગ્વાગ્ઝુમાં નવો ઇતિહાસ સર્જી દીધો હતો. સિન્ધુ બેડમિન્ટન વર્લ્ડ ટુરનો તાજ પોતાના નામ પર કરનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ હતી. આની સાથે સિન્ધુએ ફાઇનલમાં હારી જવાને લઇને મિથકને તોડી દેવામાં પણ સફળતા હાંસલ કરી છે. બેડમિન્ટન વર્લ્ડ ટુરમાં ટ્રોફી જીતીને તે નવો રેકોર્ડ સર્જી રહી ચુકી છે. સિન્ધુની એક બાબત હજુ સુધી એ બની રહી હતી કે તે વિશ્વની તમામ મોટી બેડમિન્ટન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી રહી હતી પરંતુ ફાઇનલમાં તે હારી રહી હતી.
જો કે હવે મિથક તે તોડીરહી છે. બેડમિન્ટન વર્લ્ડ ટુરમાં તે ટોપ સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓને હાર આપી ચુકી છે. તે પહેલા પણ જુદી જુદી સ્પર્ધામાં તે ટોપ ખેલાડીને હાર આપી ચુકી છે. ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિન્ધુના શાનદાર દેખાવ બાદ બેડમિન્ટનના ક્ષેત્રમાં ભારતની આશા વધી ગઇ છે. ઓલિમ્પિકમાં પણ સારા દેખાવની અપેક્ષા વધી ગઇ છે. વર્લ્ડ ટુરની ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હાર આપીને પીવી સંધૂએ ઇતિહાસ સર્જ્યો હતો. ચીનમાં વર્લ્ડ ટુર ફાઈનલ્સમાં સિંધૂએ જાપાની ખેલાડી ઉપર જીત મેળવીને પ્રથમ સિદ્ધિ મેળવી હતી. ૧૪મી કેરિયર ટ્રોફી જીતી હતી જ્યારે સિઝનની પ્રથમ ટ્રોફી જીતી હતી. ૨૩ વર્ષીય સિંધૂએ સેમિફાઇનલમાં થાઇલેન્ડની ઇન્તાનોનને ૨૧-૧૬, ૨૫-૨૩થી હાર આપી હતી અને બીજા વર્ષે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ગયા વર્ષે ફાઈનલમાં ઓકુહારા સામે જ તેની હાર થઇ હતી.
સિંધૂની રમત ખુબ જ શાનદાર રહી છે. સિંધૂએ જાપાની ખેલાડીને કોઇ તક આપી ન હતી. સિંધૂએ સેમિફાઇનલમાં ૨૦૧૩ની વર્લ્ડ ચેમ્પિયન ઇન્તાનોનને હાર આપી હતી. ગ્રુપની પોતાની મેચોમાં નંબર એક ખેલાડી તાઈઝુને હાર આપી હતી. આ પહેલા સાત વખત તે ફાઈનલમાં અથવા તો આગામી દોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. તેને ફાઇનલમાં ઇન્ડિયા ઓપન, કોમનવેલ્થ ગેમ્સ, થાઈલેન્ડ ઓપન અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તમામ લોકો માનતા હતા કે, ફાઈનલમાં સિંધૂ જીત શકતી નથી પરંતુ સિંધૂએ આ બાબતનો અંત લાવીને ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. આ ટ્રોફી જીતનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ હતી. સિંધૂની લોકપ્રિયતા દેશમાં દિનપ્રતિદિન વધી રહી છે. જાપાનની નોઝોમી પર જીત મેળવીને સિંધૂએ પોતાની કુશળતા સાબિત કરી છે અને રેકિંગમાં પણ સુધારો કર્યો છે.