એપ્રિલ ૨૦૧૮માં કુલ જીએસટી આવક સંગ્રહ કુલ મળીને ૧,૦૩,૪૫૮ કરોડ રૂપિયા થઇ છે, જેમાં ૧૬૬૫૨ કરોડ રૂપિયાના સીજીએસટી, ૨૫૭૦૪ કરોડ રૂપિયાનું જીએસટી, ૫૦૫૪૮ કરોડ રૂપિયા આઇજીએસટી અને ૮૫૫૪ કરોડ રૂપિયા સેસનો સમાવેશ થાય છે. આવા ૮૭.૧૨ લાખ લોકોએ સાપેક્ષ ૩૦ એપ્રિલ. ૨૦૧૮ સુધી માર્ચ મહિના માટે કુલ મળી ૬૦.૪૭ લાખ જીએસટીઆર ૩બી રિટર્ન દાખલ કર્યા, જે માર્ચ મહિના માટે રિટર્ન દાખલ કરવાના યોગ્ય છે અને જે ૬૯.૫ ટકાના આંકડાને દર્શાવે છે.
એપ્રિલ મહિનામાં કમ્પોજીશન ડીલરોના ત્રિમાસિક રિટર્ન પણ દાખલ કરવાના હતા. ૧૯.૩૧ લાખ કમ્પોજીશન ડીલરોમાંથી ૧૧.૪૭ લાખ ડીલરોએ પોત-પોતાના ત્રિમાસિક રિટર્ન દાખલ કરી દીધા છે, જે ૫૯.૪૦ ટકાના આંકડાને દર્શાવે છે. આ ડિલરોએ કુલ મળીને ૫૭૯ કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે, જે ૧.૦૩ લાખ કરોડ રૂપિયાના ઉપર જણાવેલ કુલ જીએસટી સંગર્હમાં સમાવિષ્ટ છે.
જીએસટી આવક સંગ્રહમાં ઉલ્લેખનીય વૃદ્ધિ અરથવ્યવસ્થામાં સુધારણાના સાથે-સાથે એપેક્ષાકૃત વધુ અનુપાલનને પણ દર્શાવે છે. જોકે, કોઇપણ નાણાંકીય વર્ષના અંતિમ મહિનામાં આ સામાન્ય રીતે જોવા મળે છે કે લોકો કેટલીક વિગતો મહિનોની બાકી રકમ પણ ચૂકવે છે. અતઃ આ મહિનામાં થયેલા રાજસ્વ સંગ્રહને ભવિષ્ય માટે કોઇ પ્રવાહો માનવામાં આવી શકે નહિં.
એપ્રિલ ૨૦૧૮માં સમાધાન બાદ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારો દ્વારા અર્જીત રાજસ્વ સીજીએસટી વસ્તુમાં ૩૨૪૯૩ કરોડ રૂપિયા અને સીજીએસટી વસ્તુમાં ૪૦૨૫૭ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.