પંજાબની સ્પ્રિંગ ડેલ સ્કુલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાથી ભયનો માહોલ છે. ધમકી અંગેની માહિતી મળતા જ પોલીસ એક્શનમાં આવી અને ત્રણ કલાકમાં જ મામલાને ઠંડો પાડી દીધો હતો. આ મામલામાં પોલીસે બે વિદ્યાર્થીઓની ઓળખ કરી છે. જેમણે મેથ્સના પેપરને ટાળવા માટે આ અફવા ફેલાવી હતી. પંજાબના અમૃતસરમાં ડીએવી સ્કુલ પછી સ્પિંગ ડેલ સ્કુલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાથી શહેરમાં ડરનો માહોલ છે. ધમકીની માહિતી મળતા જ પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી હતી અને લગભગ ત્રણ કલાકમાં જ મામલાને ઠાળે પાડ્યો હતો.
આ સમગ્ર મામલામાં પોલીસે હાલ બે વિદ્યાર્થીઓની ઓળખ કરી લીધી છે. જેમણે મેથ્સની પરીક્ષા ન આપવી પડે તે માટે આ અફવા ફેલાવી હતી. આ ધમકી ભર્યા મેસેજને અંગ્રેજી અને ઉર્દૂમાં લખવામાં આવ્યા હતા. તેમાં લખવામાં આવ્યું હતું કે ૧૬ સપ્ટેમ્બરે સ્કુલમાં પ્લાન્ટેશન ડ્રાઈવ છે. તે જ દિવસે બ્લાસ્ટ થશે. ચેતવું હોય તો ચેતી જજો. આ મેસેજ મળ્યા પછીથી સ્કુલ પણ એક્શન આવી અને તેણે માહિતી પોલીસને આપી હતી. પોલીસનો સાઈબર સેલ પણ એક્ટિવ થયો અને આ હરકત કરનારની માત્ર ૩ કલાકમાં જ ભાળ મેળવી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ મેસેજ ડીએવી સ્કુલની જેમ જ મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા અમૃતસરની ડ્ઢછફ સ્કુલને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી અંગેનો મેસેજ વાયરલ થયો હતો. તેની તપાસમાં ખ્યાલ આવ્યો કે સ્કુલના નવમાં ધોરણના છોકરાઓએ મસ્તી-મસ્તીમાં મેસેજ વાલીઓને મોકલ્યો હતો. આ મામલામાં ડીએસપી મુખવિંદર સિંહે જણાવ્યું કે સ્કુલના જ ધો.૧૦ના બે વિદ્યાર્થીઓનું નામ બહાર આવ્યું છે. જોકે સગીર હોવાના પગલે તેમના નામ બહાર પાડવામાં આવ્યા નથી.
જોકે પોલીસે એકના પિતાની ધરપકડ કરી છે. જેમના નામે સીમ કાર્ડ હતું અને આ જ સિમથી મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે અન્ય એક વિદ્યાર્થીના પિતાના રોલની હાલ તપાસ ચાલી રહી છે.