ભારતમાં ચા એ માત્ર એક પીણું નથી પરંતુ એક જરૂરીયાતની વસ્તુ બની ગઈ છે છે. ત્યારે આ પીણું બહાર પણ પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમેરિકામાં રહેનાર બ્રુક એડી ભારતની દેશી ચા પોતાના દેશમાં વેચીને ધૂમ કમાણી કરી રહી છે. તેની કંપની “ભક્તિ ચાઇ” બ્રાન્ડ વેલ્યુ 45 કરોડ જેટલી છે. અમેરિકા કોલારાડોમાં રહેનાર બ્રુક એડી ચાનો બિઝનેસ કરે છે. તેને અમેરિકાનો ‘ચાઇ વાલા’ પણ કહેવામાં આવે છે.
બ્રુક વર્ષ 2002 દરમિયાન ભારત આવી હતી ત્યારે તેને પહેલી વાર ચા ટેસ્ટ કરી હતી. ત્યારપછી તેઓ આ સ્વાદ બધી જ જગ્યા પર શોધતી રહી. કોલારાડો પહોંચ્યા પછી પણ તેઓ દરેક જગ્યા પર ચા શોધતા રહ્યા પરંતુ તેમને ભારત જેવો સ્વાદ મળ્યો નહીં. ત્યારપછી તેઓ જાતે જ ચા બનાવવા લાગ્યા. વર્ષ 2006 દરમિયાન તેમને પોતાની કારમાં ચા વેચવાનું ચાલુ કર્યું. તેઓ ચા બનાવી પોતાની કારમાં તેને રાખતી અને જગ્યા જગ્યા પર જઈને તેને વેચતી.
વર્ષ 2007 દરમિયાન તેમણે પોતાની કંપની માટે એક વેબસાઈટ બનાવી જેથી વધારે લોકો જોડાઈ શકે. એક વર્ષ પછી તેમણે પોતાના બિઝનેસ માટે નોકરી છોડી દીધી. ધીરે ધીરે કંપનીની આવક વધવા લાગી અને એક વર્ષની અંદર તેમને સારો એવો નફો થયો. આજે બ્રુકની કંપની “ભક્તિ ચાઇ” ની કિંમત 45 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.