અમેરિકામાં ૨૦૨૧માં ૩૫ લાખ મહિલાઓએ બંદૂક ખરીદી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકા ભલે મહાસત્તા પર હોય પરંતુ તેમના માટે સૌથી મોટી માથાના દુખાવા સમાન જો કોઈ સમસ્યા હોય તો એ ગન કલ્ચરની છે. ભલે અમેરિકન્સ પોતાની સુરક્ષા માટે ગન રાખતા હોય પણ ગન કલ્ચરના કારણે સર્જાતા ગુનાઓના જે આંકડાઓ સામે આવે છે તે ખરેખર ચિંતાજનક છે.અલગ અલગ રિપોર્ટ્‌સમાં આવેલા ચોંકાવનારા આંકડા જોઈને કહી શકાય કે હવે અમેરિકન્સ ગનનો ઉપયોગ સ્વ-રક્ષાની સાથોસાથ હત્યા કે અન્ય ગુનાઓ માટે પણ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ અમેરિકાના કેલીફૉનિયામાં એક પંજાબી પરિવારના મૃતદેહ મળી આવ્યા હતા. આ તમામ સભ્યોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. જો કે, આ પહેલી વખત નથી બન્યું કે અમેરિકામાં કોઈ વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ હોય. અમેરિકામાં તો દર વર્ષે ઘણા બધા લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૦માં બંદૂકની ગોળીથી કુલ ૪૫,૨૨૨ લોકોના મૃત્યુ થયા હતા. જો કે, અમેરિકામાં સામુહિક ગોળીબારના કિસ્સાઓ સૌથી વધુ પ્રકાશમાં આવે છે. પરંતુ તેને ટ્રેક કરવા ખૂબ જ મુશ્કેલ બની ગયા છે. જો ભારતીય નાણામાં વાત કરીએ તો અમેરિકામાં માત્ર ૪૦ હજાર રૂપિયામાં માસ શૂટિંગ માટે પ્રચલિત એવી છઇ ૧૫ જેવી રાઈફલ સરળતાથી મળી જાય છે. આમ તો, સમગ્ર વિશ્વની તુલનામાં અમેરિકાની વસતિ માત્ર ૪.૨૫% છે. પણ ગોળીબારીમાં થતાં મૃત્યુમાં અમેરિકાનું પ્રમાણ ખૂબ જ આગળ છે.

અમેરિકામાં ૪૪% લોકોનો જીવ તો બંદૂકની ગોળીથી જ થાય છે. અહીં મહિલાઓ કરતા પુરુષો પાસે ગન વધારે છે. પણ જો ૨૦૨૧ની ગણતરી પર નજર કરીએ તો ચોંકાવનારી વિગત સામે આવી હતી. માત્ર ૨૦૨૧ના વર્ષમાં જ ૩૫ લાખ મહિલાઓએ બંદૂક ખરીદી હતી. આમતો અમેરિકામાં તમને લગભગ બધી જ જગ્યાએ બંદુૂક મળી જશે. અમેરિકામાં ૫૦ રાજ્યો આવેલાં છે, એ પૈકી માત્ર ૧૦ રાજ્યોમાં જ બંદૂકના વેચાણ પર બેન મુકાયો છે. અહીં વસતા ૫૪% લોકો માને છે કે ગન કલ્ચર એ સૌથી મોટી સમસ્યા છે. જ્યારે માત્ર ૩૪% લોકો જ ઈચ્છે છે કે આના પર કડક કાયદો હોવો જોઈએ.

Share This Article