અમદાવાદમાં મુસ્લિમ રિક્ષાચાલકોએ વૃદ્ધોને ફ્રીમાં મંદિરોનાં દર્શન કરાવ્યાં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 મુસ્લિમ રિક્ષાચાલકોએ શ્રાવણ માસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને હિંદુ ધાર્મિક સ્થળોના દર્શન કરાવ્યા હતા. જીવન સંધ્યાના ૫૫ વૃદ્ધોને શહેરના વિવિધ હિંદુ ધાર્મિક સ્થળ જેમ કે, ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, વલ્લભ સદન, અંકુર ઓમકારેશ્વર મંદિરે નિઃશુલ્ક દર્શન કરાવવામાં આવ્યા હતા. વૃદ્ધોને વર્ષોથી શહેરના મંદિરમાં દર્શન કરાવીએ છીએ, ત્યારે વૃદ્ધો અમને જોઇને ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે. અમને તેમની સેવા કરવાની તક મળે છે તે જોઇને બીજા લોકો પણ અમને નાસ્તો તેમ જ અન્ય વસ્તુઓની મદદ કરતા હોય છે.

છેલ્લાં ૧૫ વર્ષથી આ મુસ્લિમ યુવાનો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં મંદિરોના દર્શન કરાવે છે. મારા ૬૮ વર્ષના જીવનમાં એક પણ મુસ્લિમ પરિવારની વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં આવી નથી. તેમ છતાં આ રિક્ષા ચાલક મુસ્લિમ યુવાનો નિઃસ્વાર્થ ભાવે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને શહેરના મંદિરોના દર્શન કરાવે છે. અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયન દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં વિવિધ ધાર્મિક સ્થળના નિઃશુલ્ક દર્શન કરાવવાનું આયોજન કરાયું હતું.

Share This Article