અમદાવાદ : અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. પરણીત યુવકનું અપહરણ કરી યુવકના મૃતદેહનો નિકાલ કરવા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ઘટના અંગે પ્રાપ્ત વિગતો એવી છે કે ગત ૭ ફેબ્રુઆરીના રોજ સાબરમતી સાવન બંગ્લોઝ નજીકથી એક કારમાંથી ચારેક અજાણે ઈસમો પૂનમસિંહ ઝાલા નામના વ્યક્તિ સાથે બોલાચાલી ઝઘડો કરી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયા. જે અંગે પૂનમસિંહની પત્નીએ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. જાેકે આ તપાસ દરમિયાન સામે આવ્યું કે પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ થયું હતું અને જે યુવતી સાથે તેનો પ્રેમ સંબંધ હતો તેના થોડા દિવસો પહેલા લગ્ન થયા હતા. જ્યાં યુવતીએ તેના પતિને તેના પ્રેમ સંબંધ વિશે વાતચીત કરતા પૂનમસિંહ ઝાલાનું અપહરણ કરી હત્યા કરવાનો કારસો રચાઈ ગયો હતો. જેમાં સાબરમતી પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓની ધરપકડ કરી. જાેકે આ ધરપકડથી બચવા બે આરોપીઓ કોર્ટ સમક્ષ આત્મ સમર્પણ કર્યું. ત્યારબાદ તેમની પોલીસે ધરપકડ કરી અન્ય સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવા પૂછપરછ કરતા સામે આવ્યું કે કડી નજીક કેનાલ પાસે પૂનમસિંહની લાશને આરોપીઓએ સગેવગે કરી દીધી હતી. હાલમાં પોલીસે જયેશ પરમાર ,પરેશ પરમાર ,અતુલ પરમાર અને વિક્રમ ડાભીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી બે સગા ભાઈઓ અને કાકા અને તેનો મિત્ર હોવાનું સામે આવ્યું છે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more