મ્યુનિ.એ ટ્રાફિક પોલીસની સહાય માટે ૨૧૪૨ સીસીટીવી કેમેરાના મેઈન્ટેનન્સ તથા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના માટે ટેન્ડર બહાર પાડ્યા છે. કંપનીને ૫ વર્ષ માટે આ પ્રોજેક્ટ હેઠળ કામગીરી સોંપવામાં આવશે. શહેરમાં અત્યારે લગભગ તમામ ચાર રસ્તા પર સીસીટીવી છે. મ્યુનિ.એ ટેન્ડરમાં એવીા શરત મૂકી છે કે, તેમને ૨૧૪૨ જેટલા એવા સીસીટીવી કેમેરા જોઇએ છે જે હાઈસ્પીડમાં પણ એચએસઆરપી નંબર પ્લેટને કેચ કરી શકે. તથા તે ઈ-ચલણ જનરેટ કરી શકે. તે ઉપરાંત અન્ય કેમેરા પણ લગાવાશે. મોનિટરિંગ માટે પણ કેટલાક વિશેષ પગલાં લેવાશે. પાલડી અને દાણાપીઠ ખાતેના મોનિટરિંગ સ્ટેશનો પર પણ વિશેષ વ્યવસ્થા કરવાની રહેશે.
આ ઉપરાંત સ્માર્ટ સિટી હેઠળ શહેરમાં વિવિધ વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઇટનું મેઈન્ટેનન્સ કરવા તેને બંધ-ચાલુ કરવા, સ્વિચને લગતી કામગીરી માટે પણ ટેન્ડર મગાવાયા છે. બાઈક શેરિંગ માટે પણ મ્યુનિ.એ ટેન્ડર મગાવાયા છે. અત્યારે પણ ઇ બાઇક અને સાઈકલ શેરિંગ માટેની વ્યવસ્થા છે. જોકે હજુ વધુ કેટલાક ઈ બાઇક માટે મ્યુનિ. દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ટેન્ડર મગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે, આ ઈ-બાઈક મહત્તમ ૩ ગેર સિસ્ટમ સુધીના તથા ૧૦ કિલો લગેજ પણ પરિવહન કરી શકે તેવા હોવા જોઇએ. ઈ-બાઇક શેરિંગથી શહેરના જનરલ ટ્રાન્સપોર્ટ પરનું ભારણ ઘટાડવાનું તંત્રનું આયોજન છે.