૨૦૨૨માં આલિયાએ લગાવી દીધી હિટ ફિલ્મોની હેટ્રિક

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

બોલીવુડમાં આમ તો અનેક અભિનેત્રી છે. પરંતુ જો કોઈ અભિનેત્રીની જર્ની જોઈને તમને પ્રાઉડ ફીલિંગ થાય છે તો તે છે આલિયા ભટ્ટ. સ્ટુડન્ટ ઓફ ધ યરથી લઈને બ્રહ્માસ્ત્ર સુધી. આલિયાની ફિલ્મી જર્ની શાનદાર રહી છે. ૨૦૨૨માં જ્યાં બીજા સ્ટાર્સ હિટ ફિલ્મો માટે તરસી રહ્યા છે. ત્યારે આલિયા ભટ્ટ બેક ટુ બેક સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી રહી છે. બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે. અભિનેત્રીની ટક્કરમાં દૂર-દૂર સુધી કોઈ નથી. ૨૦૨૨માં આલિયાએ હિટ ફિલ્મોની હેટ્રિક લગાવી દીધી છે. ગંગુબાઈ કાઠિયાવાડી, RRR અને હવે બ્રહ્માસ્ત્ર. આલિયાની ત્રણ ફિલ્મો બેક ટુ બેક બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે.

૨૦૨૨માં બોક્સ ઓફિસ પર રાજ કરનારી આલિયા એકમાત્ર અભિનેત્રી છે. સૌ પ્રથમ ફિલ્મ વિષે જો વાત કરીએ તો ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલી ગંગુબાઈ કાઠિયાવાડીએ બોક્સ ઓફિસ પર ધુઆંધાર કમાણી કરી છે. ફિલ્મનું ઈન્ડિયન નેટ કલેક્શન ૧૩૨ કરોડ રૂપિયા હતું. જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન ૨૧૧.૫ કરોડ રૂપિયા હતુ. ફિલ્મમાં આલિયાએ જબરદસ્ત કામ કર્યુ હતું. આ ફિલ્મથી આલિયાએ લોકોના દિલમાં જગ્યા મેળવી લીધી છે. બીજી ફિલ્મ જો વાત કરીએ તો જયારે આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીની સક્સેસને એન્જાેય કરી રહી હતી. ત્યારે તેની ફિલ્મ ઇઇઇ ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ રિલીઝ થઈ. ફિલ્મે ૨૦ કરોડની કમાણીની સાથે ધમાકેદાર ઓપનિંગ કર્યુ હતું. ઇઇઇનું લાઈફટાઈમ કલેક્શન ૨૭૪.૩૧ કરોડ રૂપિયા રહ્યું. આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. અને હવે ૨ મોટી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા પછી આલિયા ભટ્ટે  ત્રીજી ફિલ્મ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી બ્રહ્માસ્ત્રમાં એક્ટિંગની વહવાઈ થવા લાગી બ્રહ્માસ્ત્રની રિલીઝની સાથે ફરીથી બોક્સ ઓફિસ પર તહલકો મચાવી દીધો. ૯ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી બ્રહ્માસ્ત્રે માત્ર ૫ દિવસમાં ૧૫૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ તોફાની સ્પીડે આગળ વધી રહી છે.

ફિલ્મને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ સિવાય ફિલ્મ ડાર્લિગ્સથી આલિયાએ એક પ્રોડ્યુસર તરીકે નવી શરૂઆત કરી લીધી છે. ડાર્લિંગ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. ડાર્લિંગ્સમાં આલિયા ભટ્ટની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીને દર્શકોએ ખૂબ પસંદ કરી. આલિયાની આ ફિલ્મ ઓટીટી પર સૌથી વધારે જોવામાં આવનારી ટોપ ફિલ્મોમાંથી એક છે. ૨૦૨૨ના ગ્રાફ પર નજર કરીએ તો આ વર્ષે બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટનું જ રાજ રહ્યું છે. આલિયા ભટ્ટ જે રીતે બોલીવુડ ફિલ્મ અને ઓટીટી પ્લેટફોર્મ પર સફળતા હાંસલ કરી રહી છે તેણે આલિયાને સુપરસ્ટાર બનાવી દીધી છે. હવે જે ફિલ્મનો ફેન્સને ઈંતઝાર છે તે વિક્રમ વેધા છે. અને તે એક હીરો બેસ્ડ ફિલ્મ છે. આ સિવાય ઓક્ટોબર ૨૦૨૨માં અક્ષય કુમારની રામસેતુ આવી રહી છે. તે પણ અક્ષય કુમાર પર જ બેસ્ડ છે. એટલે આલિયાની ટક્કરમાં દૂર-દૂર સુધી કોઈ અભિને્‌ત્રી નથી. ૨૦૨૨ની ક્વીન તો આલિયા ભટ્ટ જ છે. તમે આ વાતથી કેટલા સહમત છો?

Share This Article