ઇમરાનની પત્નીએ કર્યા સનસનીખેજ ખુલાસા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાકિસ્તાની નેતા અને પૂર્વ ક્રિકેટર મરાન ખાનની પૂર્વ પત્ની રહેમે ઇમરાન વિશે સનસનીખેજ ખુલાસા કર્યા છે. રહેમની ઓટોબાયોગ્રાફીમાં ઇમરાનની નશાની લત અને  ઐયાશી બાબતે લખ્યુ છે. રહેમે તેમ પણ કહ્યુ હતુ કે ઇમરાનના ભારતમાં બાળકો છે. સાથે જ ઇમરાનને ડ્રગ્સ લેવાની આદત પણ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ઇમરાનની લાઇફ સેક્સ, ડ્રગ્સ અને રોક-એન-રોલથી ભરેલી હતી. રહેમ ખાનની ઓટોબાયોગ્રાફી રેહમ ખાન નામથી પ્રસિદ્ધ છે. આ પુસ્તક પણ એવા સમય ઉપર પ્રસિદ્ધ થયુ જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી ચરમસીમા ઉપર છે.

આ પુસ્તક પબ્લિશ થવાથી ઇમરાનને નુકશાન થઇ શકે છે. તેની ઇમેજ ખરાબ થઇ શકે છે. જ્યારે ચૂંટણી વખતે આ પુસ્તક પબ્લિશ કરાવવુ તે પણ રાજનીતિનો એક ભાગ હોઇ શકે છે. પુસ્તકમાં ઇમરાન ખાન વિષે લખવામાં આવ્યુ છે કે તે કુરાન નથી વાંચતા, કાળા જાદુમાં ભરોસો રાખે છે. આ બાબતો સામાન્ય લોકો સામે આવવાનો મતલબ છે કે, તે ઇમરાનને એક અલગ નજરથી જ જોશે. ચૂંટણીમાં આ પુસ્તકના લીધે ફર્ક પડી શકે છે.

Share This Article