લઘુમતીઓ સાથે વર્તનના પ્રશ્ને ઈમરાનની ઝાટકણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહંમદ કૈફે પણ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની જોરદાર ઝાટકણી કાઢી છે. આજે કૈફે પાકિસ્તાનના વડાપ્રધાનના એવા નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. જેમાં ઈમરાને કહ્યું હતું કે લઘુમતીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે તે મોદી સરકારને બતાવશે. કૈફે ટ્‌વીટ કરીને ઈમરાન ખાનના નિવેદનની ટીકા કરી છે. કૈફે ટ્‌વીટ કરતા કહ્યું છે કે ઈમરાન ખાને લખ્યું છે કે વિભાજનના સમયે પાકિસ્તાનમાં ૨૦ લઘુમતી હતા પરંતુ હવે બે ટકા લઘુમતી બચ્યા છે. બીજી બાજુ ભારતમાં સ્વતંત્રતા બાદ લઘુમતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લઘુમતીઓ સાથે કેવું વર્તન કરી શકાય છે આ બાબત પર પાકિસ્તાનને બોલવા જેવી સ્થિતિ નથી. મોહંમદ કૈફે ઈમરાન ખાનના નિવેદનની ઝાટકણી કાઢી છે. સાથે સાથે અહેવાલના લિંક પણ ટ્‌વીટ કર્યા છે.

Share This Article