પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય હવાઇ દળે જે રીતે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડાઓ પર હુમલા કર્યા છે તેના કારણે વિશ્વના દેશો સામે ઇમરાન શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયા છે. તેમના પર દેશના લોકો દ્વારા પણ વ્યાપક દબાણ છે. પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઇ હતી ત્યારે ઇમરાનની પાર્ટી તહેરીકે ઇન્સાફને સૌથી વધારે બેઠકો મળી હતી. સાથી પક્ષોના સહકાર સાથે ઇમરાન ખાન વડાપ્રધાન બની ગયા હતા. એક સ્પોર્ટસમેન વડાપ્રધાન બન્યા બાદ તમામ લોકો માની રહ્યા હતા કે સંબંધોમાં સુધારો થઇ શકે છે. જા કે આ આશા દેખાઇ રહી નથી. હવે ઇમરાનની સરકાર બન્યા બાદ પણ ત્રાસવાદી ગતિવિધી જારી રહી છે.
હુમલા અને વિસ્ફોટક સંબંધ વચ્ચે ચર્ચા છે કે ભારત સાથેના તેમના સંબંધ કેવા રહેશે. પરંતુ હાલમાં જે રીતે વિરોધાભાસી અહેવાલો આવી રહ્યા છે તેનાથ લાગે છે કે ઇમરાનની મનોદશા દુવિધાવાળી બનેલી છે. ઇમરાન દુવિધામાં દેખાઇ રહ્યા છે. સેના અને કટ્ટરપંથીઓની મદદથી ઇમરાન ખાનની સામાન્ય ચૂંટણીમાં જીતી થઇ હતી. ઇમરાનની વારંવાર બદલાતી ઇચ્છા પાછળ કટ્ટરપંથીઓનુ દબાણ હોઇ શકે છે તેવા અહેવાલ પણ કેટલીક વખત આવી રહ્યા છે. સાથે સાથે ઇમરાનના વલણને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. આમાં કોઇ શંકા નથી કે ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ માત્ર એક ખેલ નથી. હમેંશા ક્રિકેટ ઉન્માદ રાજનીતિ પર ભારે પડે છે. આ જ ઉન્માદને જગાવવાના કારણે રાજકીય સંબંધ હમેંશા ખરાબ થતા રહ્યા છે.
એકબીજાના ખેલાડીઓની પ્રશંસા આજે દેશદ્રોહી માની લેવામાં આવે છે. બે દશક પહેલા સુધી ભારતીય યુવા ખેલાડીના ઘરમાં પણ પાકિસ્તાની ખેલાડીઓના ફોટો જોવા મળતા હતા. પાકિસ્તાનમાં ઘુસી ભારતીય હવાઇ દળે તમામ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાન હવે કઇ રીતે આગળ વધે છે તેના પર તમામની નજર છે. આક્રમક નિવેદન પણ થઇ રહ્યા છે. બીજી બાજુ વાતચીતની વાત પણ તેમના નેતા દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં ઇમરાનની દુવિધાને સમજી શકાય છે. ઇમરાને હાલમાં હુમલો કરવામાં આવ્યા બાદ કહ્યુ હતુ કે પાકિસ્તાનને જો ત્રાસવાદી હુમલા અંગે પુરાવા આપવામાં આવશે તો તે ચોક્કસપણે કાર્યવાહી કરશે. જો કે પાકિસ્તાનના વડાપ્રધાનની વાતની નોંધ લીધા વગર ભારતીય હવાઇ દળ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ૩૫૦ ત્રાસવાદીઓના મોત થયા હતા. બંને દેશો વચ્ચે હાલમાં સંબંધો ખુબ વિકટ બનેલા છે. યુદ્ધ જેવી સ્થિતી સર્જાઇ ગઇ છે. પાકિસ્તાન દ્વારા વાતચીતની વાત થઇ રહી છે પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. ઇમરાન ત્રાસવાદ અને કટ્ટરપંથીઓ સામે કાર્યવાહી કરવાની સ્થિતીમાં બિલકુલ દેખાઇ રહ્યા નથી. જે કમનસીબ છે.