જેલમાં હત્યા કરવાનું કાવતરું કરી રહી છે સેના ઃ ઇમરાન ખાનના પરિવારનો દાવો
ઇસ્લામાબાદ : પાકિસ્તાન ચૂંટણી ૨૦૨૪ના પરિણામ હજુ સંપૂર્ણ રીતે આવ્યા નથી, પરંતુ અત્યાર સુધી ઈમરાન ખાને મતગણતરીમાં સારી લીડ મેળવી લીધી છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને બિલાવલ ભુટ્ટો ઝરદારીની પીપીપી ઘણી પાછળ રહી ગઈ છે. પીટીઆઈ ચીફ જેલમાં છે, પરંતુ જનતાએ તેમના પક્ષના ઉમેદવારો પર જ વિશ્વાસ દર્શાવ્યો છે. જાે કે ચૂંટણીના પરિણામો બાદ રાજકીય ગતિવિધિઓ અને બયાનબાજીનો સિલસિલો જારી છે. ઈમરાન ખાનની મોટી બહેને દાવો કર્યો છે કે સેના પીટીઆઈ ચીફને ગમે ત્યારે મારી શકે છે. તેમની પાર્ટીએ ચૂંટણી જીતી છે. એક ભારતીય મીડિયા ગ્રુપ સાથે વાત કરતા ઈમરાન ખાનના પરિવારે કહ્યું છે કે તેમના જીવને ખતરો છે. પૂર્વ પીએમની બહેનનો દાવો છે કે પીટીઆઈએ બે તૃતિયાંશ બહુમતી સાથે ચૂંટણી જીતી છે અને તેથી ચૂંટણી પરિણામોની જાહેરાતમાં જાણી જાેઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે. ઈમરાન ખાનના પરિવારનો આરોપ છે કે સેના તેમને જેલમાં મારી નાખવાનું કાવતરું કરી રહી છે.
પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨૫૦ બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને ઈમરાન ખાનની પીટીઆઈ દ્વારા સમર્થિત ૯૯ ઉમેદવારો વિજયી થયા છે. આ ચૂંટણીમાં પીટીઆઈ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો અને તેથી ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. PML(N) બીજા સ્થાને છે. નવાઝ શરીફે અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પૂર્વ PM અને PML (N) ના વડા નવાઝ શરીફે શુક્રવારે તેમના સમર્થકોને સંબોધિત કર્યા અને તેમના સમર્થન માટે દેશની જનતાનો આભાર માન્યો. તેમણે અન્ય પક્ષોને ગઠબંધન સરકાર બનાવવા માટે સાથે આવવા આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે પાર્ટી એકલા હાથે સરકાર બનાવશે અને નવાઝ શરીફ સાથે જવાનો કોઈ પ્રશ્ન જ નથી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more