ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટ ખેલાડી અને હાલમાં પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાને આજે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કાળા રંગન શેરવાનીમાં ઇમરાન ખાને શપથ લીધા હતા. ઉર્દુમાં ઇમરાને શપથ લીધા હતા.
નવી ચૂંટાયેલી સંસદથી ટેકો મળ્યા બાદ ઈમરાન ખાને આજે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પાટનગરમાં પ્રમુખના આવાસ ખાતે આ શપથવિધિ યોજાઈ હતી. હકાલપટ્ટી કરવામાં આવેલા પાકિસ્તાની મુસ્લિમ લીગ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી વચ્ચે સતત લીડરશીપમાં ફેરફારના દશકોનો આની સાથે અંત આવી ગયો છે. વચ્ચેના ગાળામાં સેનાનું શાસન પણ રહ્યું હતું. ૬૫ વર્ષીય ઈમરાન ખાનને પ્રમુખ મમનુન હુસૈને શપથ લેવડાવ્યા હતા. ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજાયા બાદ ત્રણ સપ્તાહ પછી ઈમરાને વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે તમામ તૈયારીઓ પહેલાથી જ રાખવામાં આવી હતી. શુક્રવારના દિવસે સંસદને પોતાના પ્રથમ સંબોધનમાં ઈમરાન ખાને પાકિસ્તાનને લૂંટનાર સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી.
ઈમરાન ખાનની પાર્ટીએ ૨૫મી જુલાઈના દિવસે યોજાયેલી ચૂંટણીમાં ૧૧૬ સીટો જીતી હતી. નવ અપક્ષ સભ્યો તેમની પાર્ટીમાં જોડાઈ જતા આ સંખ્યા વધીને ૧૨૫ થઈ હતી. આખરે સંખ્યા ૧૫૮ ઉપર પહોંચી હતી. મહિલાઓ માટે અનામત રાખવામાં આવેલી ૬૦ સીટો પૈકી ૨૮ અને લઘુમતીઓ માટે અનામત રાખવામાં આવેલી ૧૦ સીટો પૈકીની પાંચ મળી જતા સંખ્યા ૧૫૮ ઉપર પહોંચી હતી. શપથવિધી કાર્યક્રમમાં અનેક પૂર્વ ખેલાડી પણ હાજર રહ્યા હતા. ઇસ્લામાબાદમાં સાદા કાર્યક્રમમાં શપથ લીધા હતા. શુક્રવારના દિવસે થયેલા શક્તિ પ્રદર્શનમાં નેશનલ એસેમ્બલીમાં ઇમરાનને ૧૭૬ વોટની સાથે દેશના વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. શપથવિધી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેનાના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. ઇમરાનન ત્રીજી પત્નિ બુશરા ઉર્ફે પિન્કી પીર પણ હાજર રહી હતી.આર્મી વડા કમર જાવેદ બાજવા પણ હાજર રહ્યા હતા. ઇમરાનન પાર્ટી ૨૨મી જુલાઇના દિવસે યોજાયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.
શુક્રવારના દિવસે સ્પીકર અસદ કૈસર દ્વારા ઇમરાનના ચૂંટાઇ આવવાની જાહેરાત કરી હતી. ઇમરાને ૨૦૧૩માં ચૂંટણી જીતીને પાકિસ્તાની સંસદમાં પહોંચ્યા હતા. વર્ષ ૧૯૯૬માં ઇમરાને પોતાની પાર્ટીની રચના કરી હતી. શરૂઆતમાં ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવા માટેન જાહેરાત કરવામાં આવી હતી. ન્યુ પાકિસ્તાનનો નારો પણ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૭માં મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઇમરાનની ઓળખ ઉભી થઇ હતી. ઇમરાન ખાનની શપથવિધિને લઇને તમામ તૈયારીઓ ગઇકાલે શુક્રવારના દિવસે કરી લેવામાં આવી હતી. હાલમાં યોજાયેલી રાષ્ટ્રીય ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટીને સૌથી વધુ સીટો મળી હતી. ઈમરાન ખાન સામે કેટલાક પડકારો રહેલા છે. જેને પાર પાડવાની બાબત સરળ રહેશે નહીં. રાજનીતિમાં કટ્ટર છબીના સમર્થક તરીકે ઈમરાન ખાનની ગણતરી કરવામાં આવે છે.