ઇમરાન ખાન ભયભીત : આર્મી ચીફ સાથે બેઠક

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ઇસ્લામાબાદ : પુલવામા હુમલા બાદ ભારતની ચેતવણીથી પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાનને ભારત તરફથી સર્જિકલ હુમલાનો ખતરો દેખાઈ રહ્યો છે. આજ કારણસર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તંગદિલી વચ્ચે આજે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક યોજી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, હુમલામાં પાકિસ્તાનની કોઇ સંડોવણી નથી. ત્રાસવાદીઓ સામે પગલા લેવાના મુદ્દે પણ ચર્ચા થઇ હતી જેમાં મસુદના સંગઠન પર પ્રતિબંધ મુકવાના મુદ્દે ચર્ચા થઇ હતી.

Share This Article