મુંબઇ: બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી હોવા છતાં બોલિવુડમાં સફળતા નહી મેળવનાર ઇમરાન હાશ્મી પાસે બે ફિલ્મ આવી ગઇ છે. તેની ચીટ ઇન્ડિયા નામની ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઇમરાન હાલમાં ખુબ ઓછી ફિલ્મ કરી રહ્યો છે. તે હવે ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પ્રવેશી રહ્યો છે. ઇમરાન હાશ્મીના ડેબ્યુ પ્રોડક્શન હેઠળ હવે ફિલ્મ બની રહી છે. કેપ્ટન નવાબ નામની ફિલ્મમાં ઇમરાન હાશ્મી જ ટાઇટલ ભૂમિકા અદા કરી રહ્યો છે. ફિલ્મ ભરપુર એક્શન ફિલ્મ તરીકે રહી શકે છે.
ઇમરાન હાશ્મી પ્રથમ વખત આર્મી ઓફિસરના રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં ક્રિએટિવ સલાહકાર તરીકેની ભૂમિકામાં કમાલ ખાન છે. કમાલ ખાન પોતે અભિનેતા, નિર્માતા તરીકે રહ્યો છે. તેની પણ હમેંશા ટિકા થતી રહે છે. અગાઉ એવા હેવાલ આવ્યા હતા કે કમાલ ખાન સહ નિર્માતા તરીકે છે.
જો કે કમાલે કહ્યુ છે કે તે માત્ર સલાહકાર તરીકે છે. નાણાંકીય રીતે કોઇ મદદ કરી રહ્યો નથી. તેનુ કહેવુ છેકે તે પટકથામાં થોડાક મદદ કરી રહ્યો છે. તેનુ કેહવુ છે કે નિર્દેશક ટોની ડી સોઝા તેમના નજીકના મિત્રો પૈકી એક છે. જેથી જ્યારે પણ તેઓ તેની સલાહ માંગે છે ત્યારે તે આપી દે છે. ફિલ્મ નિર્માણની જવાબદારી ઝીની રહેલી છે. કેપ્ટન નવાબ એક એક્શન ફિલ્મ રહેશે. જા કે પિલ્મ પર હાલના સમયમાં કામ કેટલાક કારણોસર રોકાઇ ગયુ છે. ફિલ્મને રજૂ કરવામાં સમય લાગી શકે છે.વર્ષ ૨૦૧૬માં અઝહર ફિલ્મના નિર્માણ વેળા ટોની અને ઇમરાનની જોડી સાથ નજરે પડી હતી.
ઇમરાન હાશ્મીને બોલિવુડમાં સિરિયલ કિસર તરીકે ગણવામાં આવે છે પરંતુ તે હવે પોતાની છાપને ઝડપથી બદલી નાંખવા માટે ઇચ્છુક છે. તે બાદશાહો નામની ફિલ્મમાં પણ એક્શન રોલમાં નજરે પડ્યો હતો. કેરિયરમાં શરૂઆતમાં સફળતા મળ્યા બાદ અપેક્ષા મુજબની સફળતા ન મળતા તે હવે નિર્માણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.