નોકરીની કટિબદ્ધતાના કારણે ક્યારેક ક્યારેય ઘરે મોડેથી મહિલા અને નોકરી કરતા યુવતિને પરત ફરવાની ફરજ પડે છે. સાથે સાથે અન્ય શહેરોમાં જવા અથવા તો ટ્રાન્સફર થવા અથવા તો સાસરિયા પક્ષની સેવા કરવા માટે મહિલાઓને નોકરી છોડવી પડે છે. આ કારણસર નોકરી કરતી મહિલાઓ નોકરી છોડે છે. આ કારણ સામાન્ય રીતે જાવા મળે છે. કારણ જે કઇ પણ હોય પરંતુ મહિલાઓને નોકરીના મામલે પણ બાંધછોડ કરવાની ફરજ પડે છે.
સગર્ભાવસ્થા અથવા તો માતા બની ગયા બાદ તો મહિલાઓ ચોક્કસપણે નોકરી છોડી દે છે. આ તેની મજબુરી બની જાય છે. માતાની જવાબદારી બાળકની સાચવણી માટે પણ બની જાય છે. બાળકની સાવચણી માટે માતા ઘરમાં રહે તે જરૂરી બની જાય છે. જા કોઇ મહિલા નોકરી કરતી રહે છે તો પણ બાળકની સાથે જાડાયેલી દરેક બાબતો માટે તેને જ રજા લેવાની ફરજ પડે છે. જેના કારણે તેની કેરિયર પર સીધી અસર થાય છે. અમારા ત્યાં સોશિયલ સપોર્ટ સિસ્ટમ ખુબ જ કમજાર છે. માતા, પÂત્ન, વધુ એમ દરેક ભૂમિકામાં તેને પરફેક્ટ રહેવાની જરૂર હોય છે. કોઇ ભુલ થઇ જાય તો નોકરીને વધારે મહત્વ આપવાની બાબત રજૂ કરીને મહિલાનુ અપમાન કરવામાં આવે છે. દુનિયાના દેશોમાં પણ બાળકોની કાળજી તો મહિલાઓ જ લેતી રહે છે.
પરંતુ ભારતમાં આ ભૂમિકાને એક નવા સ્તર પર લઇ જવામાં આવી છે. અહીં માતા પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તે દરેક પ્રકારના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધે. જેમાં તેના પોતાના હિતો પણ સામેલ છે. પરિવાર તરફથી મદદ અને સપોર્ટ ન મળવાની સ્થિતીમાં મહિલા મુશ્કેલીનો અનુભવ કરે છે. બાળક કરતા પોતાને વધારે મહત્વ ન આપે તેમ પણ કહેવામાં આવે છે. પરિવાર તરફથી કોઇ સહકાર ન મળવાની સ્થિતીમાં કેટલીક મહિલાઓ તો ડે કેયર પણ રાખે છે. મેડની સહાયતા મેળવતી રહે છે. જા આવુ કોઇ મહિલા કરે છે કે તો તેને ઘરની અંદર અને બાહર આક્ષેપોનો સામનો કરવો પડે છે. સામાજિક રીતે રૂઢિવાદી દેશ ભારત તરીકે છે. આજે પણ ભારતમાં માનવામાં આવે છે કે સારા પરિવારની મહિલાઓ નોકરી કરતી નથી. જ્યાં પુરૂષોના પગારથી ઘર ચાલતા નથી ત્યાં જ મહિલાઓ નોકરી કરવા માટે બહાર નિકળે છે. જેમ જેમ ઘર અમીર બની જાય છે તેમ તેમ મહિલાઓને બહાર કામ ન કરવા માટેની સલાહ આપવામાં આવે છે. સમાજની આવી વિચારધારાના કારણે પહેલા યુવતિને પરિવારના સભ્યોને નોકરી માટે મનાવવા માટેની જરૂર હોય છે. ત્યારબાદ સાસરિયા પક્ષને પણ મનાવવા માટેની જરૂર હોય છે.