રેસ-3ની કામયાબી પર સલમાન થયા ઇમોશનલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલીવુડના ભાઇજાન સલમાન ખાનની ફિલ્મ રેસ-3 બોક્સ ઓફિસ પર ખૂબ સફળ રહી. રેસ-3એ બોક્સઓફિસના રેકોર્ડ તોડી નાંખ્યા છે. જોકે ફિલ્મમાં સ્ટોરી ખાસ હતી નહી, ક્રિટીક્સે ફિલ્મને વખોડી નાંખી હતી. તેમ છતાં સલમાન ખાનની ફિલ્મ રેસ-3એ પહેલા દિવસે જ કમાણી કરીને ઓપનિંગ કમાણીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

સલમાનને આશા નહોતી કે આ ફિલ્મ આટલી કમાણી કરશે. કહેવાય છે કે સલમાન ખાનના ફેન્સ નહી પરંતુ એક કમ્યૂનિટી છે. તે કંઇ પણ કરે હિટ થઇ જાય છે. સલમાન ખાને તેના ફેન્સને થેંક્યુ કહીને આભાર માન્યો હતો. બાદમાં તેણે તે પણ કહ્યુ હતુ કે સુખી રહો અને ફિલ્મ જોતા રહો.

સલમાન ખાનની આ ફિલ્મ રેસ-3 એ પહેલા જ દિવસે 29 કરોડની કમાણી કરી લીધી હતી. શરૂઆતના 10 દિવસમાં જ સલમાનની ફિલ્મે 155.22 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

સલમાન ખાનનુ ફિલ્મી કરિયર ડૂબવાના આરે જ હતુ ત્યારે મહેશ બાબુની ફિલ્મ પોકીરીની રિમેક વોન્ટેડ કરીને સુપર હિટ ફિલ્મ આપી બાદમાં રામ પોથીનેનીની ફિલ્મ રેડીની રિમેક કરી. તે પછી સલમાન ખાનના કરિયરની ગાડી પાછી વળી જ નહી. સુલ્તાન, દબંગ સિરીઝ, બજરંગી ભાઇજાન જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. રેસ-3 ફિલ્મ પાસેથી દર્શકોને ખૂબ આશા હતી પરંતુ તે પૂરી થઇ શકી નથી. બસ પૂરી થઇ છે તો તે પ્રોડ્યુસરની કમાણી જ છે.

Share This Article