મુંબઈ : આઈએલએન્ડએફએસ ગ્રુપના ધિરાણદારો દ્વારા આજે એનસીએલએટી સમક્ષ કેટલીક બાબતોને લઇને વિરોધ રજૂ કરવામાં આવ્યો હતો. દેવામાં ડૂબેલા ગ્રુપ અને તેની સાથે જાડાયેલી અન્ય કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના મુદ્દે ૯૦ દિવસમાં સ્વૈચ્છિક ગાળાને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બીજી બાજુ સરકારે નેશનલ કંપની લો અપ્લેટ ટ્રીબ્યુનલ સમક્ષ સાફ શબ્દોમાં કહ્યું હતુ કે, કંપનીને પુનઃ બેઠી કરવા માટે રુપરેખા તૈયાર થઇ રહી છે.
આ રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. ટ્રીબ્યુનલમાં આગામી સુનાવણી ૧૭મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવશે. ૧૫મી ઓક્ટોબરના દિવસે ટ્રીબ્યુનલે વધુ આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી ૩૪૮ કંપનીઓ અને ગ્રુપ સામે તમામ કાર્યવાહી ઉપર સ્ટે મુકી દીધો હતો. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી તાકિદની અરજી પર સુનાવણી ચલાવતી વેળા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા એપ્લેટ ટ્રીબ્યુનલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલની મુંબઈ બેંચે તેની ૯૦ દિવસના સ્વૈÂચ્છક ગાળા માટેની અરજીને ફગાવી દીધી હતી.