તમામ પ્રકારની કુશળતા છતાં ઇલિયાના હિન્દીમાં તો ફ્લોપ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ઇલિયાના ડી ક્રુઝે હાલમાં અનીસ બાઝમીની ફિલ્મ પાગલપંતિ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ નવેમ્બરમાં રજૂ કરવામા આવનાર છે. ફિલ્મમાં તેની સાથે અનિલ કપુર અને જોન અબ્રાહમ જોવા મળનાર છે. ફિલ્મમાં ઉર્વશી પણ કામ કરી રહી છે. ઉપરાંત કૃતિ ખરબંદા પણ કામ કરી રહી છે. ઇલિયાનાએ સગર્ભા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે આ પ્રકારના હેવાલ આધારવગરના છે. તેના સગર્ભા હોવાના હેવાલ વારંવાર આવતા રહે છે.  ઇલિયાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના એક બ્લેક એન્ડ વાઇટ ફોટો રજૂ કર્યો છે. ફોટોમાં તેના ચહેરા પર શાંત ખુશી છે. જેની સાથે ઇલિયાનાએ લખ્યુ છે  નોટ પ્રેગનેન્ટ.

કેટલાક દિવસ પહેલા ઇલિયાનાના પતિ નીબોને ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શેયર કર્યો હતો. આ ફોટાના કારણે તેની સગર્ભા હોવાની બાબતને લઇને હવા ચાલી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં એવા હેવાલ આવ્યા હતા કે ઇલિયાનાએ પોતાના બોયફ્રેન્ડ અને પ્રોફેશનલ ફોટોગ્રાફર નીબોન સાથે લગ્ન કરી લીધા છે. ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક ક્રિસમસ ટ્રીની સાથે ફોટો શેયર કર્યો હતો. જેમાં લખ્યુ હતુ કે આ ફોટો હબી પતિ દ્વારા ક્લિક કરવામાં આવ્યો છે.

ઇલિયાના છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મના ગીતો સુપરહિટ સાબિત થયા હતા. તેની અજય સાથે કેમિસ્ટ્રીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. બાદશાહોમાં પણ તે અજય દેવગનની સાથે નજરે પડી હતી.   ઇલિયાના હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ હાલમાં કામ કરી રહી છે.ઇલિયાના હવે અનીસની ફિલ્મને લઇને આશાવાદી છે. આ ફિલ્મ ૨૨મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

Share This Article