એન્ડ્રયુ નિબોન જ તેનો પતિ છે : ઇલિયાના દ્વારા કબુલાત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝે આખરે લગ્ન કર્યા હોવાની કબુલાત પરોક્ષરીતે કરી લીધી છે. ઇલિયાનાએ કબુલાત કરી છે કે એન્ડ›ય નિબોન જ તેનો પતિ છે. ઇલિયાના પોતાની પર્સનલ લાઇફને અંગત રાખે છે. જો કે તે પોતાના લવ રિલેશનશીપને લઇને સોશિયલ મિડિયામાં હમેંશા ફોટાઓ મુકતી રહે છે.

હવે નવા ફોટો મુકી દેવામાં આવ્યા છે. નિબોનની સાથે તે કેટલાક ફોટો પણ મુકી રહી છે. નિબોનની સાથે પહેલા પણ તે કેટલાક ફોટો મુકી ચુકી છે. હવે નવા ફોટો મુકી દેવામાં આવ્યા છે. કેટલાક ફોટોમાં તે અંગુઠી પહેરેલી પણ નજરે પડી રહી છે. જો કે આ સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે ઇલિયાના ડી ક્રુઝે કોઇ જવાબ આપ્યો ન હતો. જો કે ફોટાની વચ્ચે જે કેપ્શન લખવામાં આવી છે તેનાથી સાબિત થાય છે કે તે લગ્ન કરી ચુકી છે. લગ્નને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી.

ઇલિયાના ખુબ જ કુશળ  સ્ટાર હોવા છતાં તેને ફિલ્મોમાં વધારે સફળતા મળી નથી. લાઇફ પાર્ટનર તરીકે કોણ છે તેને લઇને વારંવાર પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ઇલિયાના ડી ક્રુઝ છેલ્લે અજય દેવગનની સાથે ફિલ્મમાં દેખાઇ હતી. રેડ ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી હતી. ઇલિયાના પાસે હાલમાં કોઇ ફિલ્મ હાથમાં દેખાઇ રહી નથી. તેની પાસે ઓફર આવી રહી છે પરંતુ તે વધારે ઓફર સ્વીકાર કરી રહી નથી. ઇલિયાનાના પ્રેમ સંબંધોને લઇને તેના ચાહકોમાં હમેંશા ચર્ચા રહી છે.

હવે ઇલિયાનાએ જાતે જ ખુલાસો કર્યો છે. બોલિવુડમાં ઘણા વર્ષો થયા હોવા છતાં તેને અપેક્ષા મુજબ સફળતા મળી નથી. હિન્દી ફિલ્મો કરતા તેને દક્ષિણ ભારતની ફિલ્મોમાં વધારે શાનદાર સફળતા મળી રહી છે. તે નિબોનને ખુબ જ પસંદ કરતી હોવાની કબુલાત પણ કરી છે. ઇલિયાના બર્ફી મારફતે એન્ટ્રી કરી ગઇ હતી.

 

Share This Article