ઇલિયાના અનીસ બાઝમીની નવી ફિલ્મમાં રહેશે: રિપોર્ટ

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : વર્ષ ૨૦૧૭માં મલ્ટી સ્ટારર ફિલ્મ મુબારકા ફિલ્મ બનાવ્યા બે વર્ષ બાદ હવે અનીસ બાઝમી ફરી એક કોમેડી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. મુબારકા ફિલ્મ અનિલ કપુર, ઇલિયાના ડી ક્રુઝ અને અથિયા શેટ્ટી સાથે બનાવ્યા બાદ હવે અનીસ બાઝમી નવી ફિલ્મ સાથે આવી રહ્યા છે. અનીસ બાઝમી તેમની નવી ફિલ્મ પાગલપંતિ બનાવી રહ્યા છે. ફિલ્મમાં જહોન અબ્રાહમ, અનિલ કપુર અને ઇલિયાના ડી ક્રુઝ કામ કરી રહ્યા છે.

ફિલ્મમાં કૃતિ ખરબંદા, ઉર્વશી રોટેલાને પણ નાના રોલ માટે લેવામાં આવી છે. અનિલ કપુર અને સૌરભ શુક્લા પણ ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. ફિલ્મનુ શુટિંગ લંડન ખાતે શરૂ કરવામાં આવી રહ્યુ છે. સાઉથ લિવરપુલ અને અન્ય વિસ્તારોમાં ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. છેલ્લી ફિલ્મનુ શુટિંગ પણ લંડન અને અન્ય વિસ્તારોમાં કરવામાં આવ્યુ હતુ. ભૂષણ કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠક દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવનાર છે.

અનીસ બાઝમી લોકપ્રિય કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. ૧૭મી ફેબ્રુઆરીના દિવસથી ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. જંગલમાં નાઇટ સિક્વલ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. અનિલ કપુર વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર તરીકે રહ્યો હતો. જો કે હાલના વર્ષોમાં પણ તેની પાસે સારી ફિલ્મો આવી રહી છે. હાલમાં અનિલ કપુર એક લડકી કો દેખા તો એસા લગા નામની ફિલ્મમાં દેખાયો હતો. જે ફિલ્મમાં તેની રિયલ લાઇફની પુત્રી અને અભિનેત્રી સોનમ કપુર પણ હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મળી શકી  હતી. જો કે અનીસ બાઝમીની તેની ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે.

Share This Article