મુંબઈ : ભારત સરકાર નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિજિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ (આઈએલએન્ડએફએસ)ના વેચાણને લઇને વિચારણા કરી રહી છે. કોઇ મજબૂત મૂડીરોકાણકારને આ કંપનીને વેચી મારવા માટે વિચારણા ચાલી રહી છે. જુદા જુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહેલા જાણકાર સુત્રોએ કહ્યું છે કે, સરકાર ૧૨.૬ અબજ ડોલરના દેવાના પરિણામ સ્વરુપે આ કંપનીને લઇને ચિંતાતુર છે. અન્ય જે વિકલ્પો રહેલા છે તેમાં બિઝનેસને વિભાજિત કરીને આગળ વધવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.
આજે સરકાર દ્વારા નિમવામાં આવેલા બોર્ડ દ્વારા સંબંધિત કોર્ટમાં એક રુપરેખા રજૂ કરવામાં આવી હતી જેમાં નાણાંકીયરીતે મજબૂત હોય તેવા કોઇ મૂડીરોકાણકારને સમગ્ર કંપની વેચી દેવા અને બિઝનેસ ચાલુ રહે તેની ખાતરી કરવાના વિકલ્પનો સમાવેશ થાય છે. નામ જાહેર નહીં કરવાની શરતે આ વ્યક્તિએ કહ્યું હતુ કે, અન્ય જે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે તેમાં બિઝનેસને વિભાજિત કરીને જુદા જુદા ખરીદદારોને આ હિસ્સા વેચી દેવાની બાબતનો સમાવેશ થાય છે.
અથવા તો વેચાણને ટાળવા માટે ગ્રુપ સ્તર પર લિÂક્વડીટી ઠાલવવાની બાબતનો પણ સમાવેશ થાય છે. અન્ય કેટલાક ક્ષેત્રોમાં જુદી જુદી હિલચાલ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ કંપનીના વેચાણના સંદર્ભમાં નક્કર પાસા પર વિચારણા કરવામાં આવી શકે છે. જુલાઈ મહિના બાદથી આ કંપનીમાં કટોકટી વધી ગઈ હતી. કારણ કે, કંપનીના સ્થાપક રવિ પાર્થ સારથીએ રાજીનામુ આપી દીધું હતું.