એન્ટી-ઓબેસિટી ડે નિમિત્તે, આઈઆઈએમ અમદાવાદના હેલ્થકેર ક્લબ પેનેસિયા દ્વારા અનોખી એન્ટી-ઓબેસિટી એન્ડ ફિટનેસ કોન્ક્લેવ (ઈન્ડિયા ફાઈટ્સ ઓબેસિટી) મૂવમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા (ફીટ ઇન્ડિયા મુવમેન્ટ)ના અભિયાનથી પ્રેરણા મળી છે જ્યાં કઈ રીતે સમાજે સ્થૂળતાને કોઈ કલંક ગણવાનું બંધ કરવાની જરૂર છે અને તેને બિહેવિયરલ એબ્નોર્મલિટી તરીકે તેને લેવી જોઈએ તેની ચર્ચા કરવા અગ્રણીઓ એકત્ર થયા હતા. ગાંધીનગરના આરોગ્ય કમિશનરેટના હેલ્થ એન્ડ વેલનેસ સેલના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડો. દિનેશ બારોટ, મંદિરા બેદી, ડો. મોહિત ભંડારી, ડો. શંશાક શાહ અને ડો. મનિષ ખૈતાને સમાજ સ્થૂળતાને એક રોગ તરીકે કઈ રીતે સમજે અને તેને વ્યક્તિગત નિષ્ફળતા ન સમજે તેની ચર્ચા આઈઆઈએમ કેમ્પસ ખાતે કરી હતી. આ વર્ષે એક મોટું અને ક્રાંતિકારી પગલું લેવાયું છે તે એ છે કે જે લોકો ઓબેસિટી ટ્રીટમેન્ટ લેવા માગે છે તેમને વીમાકવચ આપવામાં આવશે. જોકે ઓબેસિટી ટ્રીટમેન્ટ વિશેની ખોટી માહિતીઓ હજુ પણ નુકસાનદાયક છે એવામાં સર્જિકલ ઈન્ટરવેન્શન 40+ બીએમઆઈ અને 35 + બીએમઆઈ માટે એક વિકલ્પ બને છે કેમકે આ સ્થિતિમાં અન્ય રોગો પણ પેદા થઈ શકે છે. વીમો નવા આઈઆરડીએઆઈ રેગ્યુલેશન અનુસાર તબીબી રીતે સલાહ મળ્યા પછીની સારવારને આવરી લે છે.
વજન વધવાની સમસ્યામાં એક કરતાં વધુ પરિબળો કામ કરે છે જેમાં કેટલાક જનીન જવાબદાર હોય છે અને તેની અસર માત્ર બાયોલોજિકલ નથી પણ ફિઝિયોલોજીકલ, એન્વાયર્નમેન્ટલ, સોસિયેટલ અને કલ્ચરલ પણ હોય છે. સ્થૂળતાની સામે લડાઈમાં સાહસની જરૂર હોય છે કેમકે એ માત્ર કેટલા લોકો વધુ વજન ધરાવે છે કે સ્થૂળતા ધરાવે છે તેના પૂરતી જ નથી. વધુ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ માટે પ્રતિજ્ઞા એકત્ર થયેલા લોકોએ લીધી હતી અને સ્થૂળતા વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી હતી
એન્કરમાંથી ફિટનેસ એન્થુસિએસ્ટ બનેલી મંદિરા બેદીએ સ્થૂળતા અને તેને સંબંધિત કોમ્પ્લિકેશન્સના કારણો અને તેને રોકવા માટેની જાગૃતિ વધારવાની ચર્ચાને આગળ વધારી હતી. સ્થૂળતા અને વેલનેસ ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ઉપસ્થિત હતા અને મુખ્ય વકતા તરીકે ગાંધીનગરના કમિશનરેટ ઓફ હેલ્થના હેલ્થ એન્ડ વેલનેસ સેલના સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડો. દિનેશ બારોટે રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે કઈ રીતે સ્થૂળતા દેશભરમાં તીવ્રતાથી મૃત્યુદરમાં વધારો કરી રહી છે જેમાં મહિલાઓમાં 9 વર્ષ અને પુરૂષોમાં 12 વર્ષ જેટલું આયુષ્ય સ્થૂળતાના કારણે ઘટતું જોવા મળે છે.
તેમણે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી બોડી (આઈઆરડીએઆઈ) સહિતના રેગ્યુલેટર્સને અભિનંદન આપ્યા હતા કે જેમણએ હાલમાં બેરિયાટ્રીક કે વેઈટ લોસ સર્જરીને ઈન્સ્યોરન્સમાં સામેલ કરી છે અને તેને તેમણે વધુ ફિટ ભારત માટેનું એક ક્રાંતિકારી કદમ ગણાવ્યું હતું. અગ્રણી ઓબેસિટી સ્પેશિયાલિસ્ટ ડો. મોહિત ભંડારી, જાણીતા ઈન્ડિયન બોડી બિલ્ડર સોનાલી સ્વામી, આઈઆઈએમ (એ) પ્રોફેસર રાજેશ ચંદવાણી, અગ્રણી ડાયાબિટીસ સર્જન ડો. શંશાક શાહ અને નો ઓબેસિટીના સીઈઓ ડો. મનિષ ખૈતાન આ હેતુ માટે ઉપસ્થિત રહ્યા હતા.
જો સ્થૂળતાના દૂષણ સામે એક થવાનો સમય હોય તો તે અત્યારે જ છે. તક ઝડપો. વજન વધતું અટકાવો, યોગ્ય રીતે મદદ કરીને તેનાથી પીડાતા લોકોને મદદ કરો. વધુ સ્વસ્થ આવતીકાલ માટે આજે ઊભા રહો, સ્થૂળતા વિરુદ્ધની લડાઈમાં ભારતને મદદ કરો. ફિટ રહેવા પ્રતિજ્ઞા લો અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો હિસ્સો બનો.
ભારત એક વિશાળ દેશ છે અને તે વધુ ફેલાતો જાય છે. સ્થૂળતાથી પીડાતા 13.5 કરોડથી વધુ લોકો સાથે ત્રીજા સૌથી સ્થૂળ દેશ તરીકે માત્ર ચીન અને અમેરિકાથી આગળ રહીને ભારતને એ જાણી લેવાની જરૂર છે કે તે કઈ રીતે પોતાના દુર્લભ સંસાધનોને ખર્ચ કરે છે. 73 ટકા શહેરી ભારતીયો વધુ વજન ધરાવે છે કે જેનો 4માંથી 3 લોકો સ્થૂળ હોય છે અને હાલના લાન્સેટ રિપોર્ટમાં જણાવાયું છે કે 34 ટકા ભારતીય જનસંખ્યા અપર્યાપ્ત રીતે સક્રિય રહે છે. સૌથી વધુ જે ચિંતાજનક છે તે એ છે કે લાખો યાવનો અને મિલેનિયલ્સ મેડીકલ સ્થિતિઓનો સામનો કરી રહ્યા છે અને કોમ્પ્લિકેશન્સ અનુભવી રહ્યા છે કે જે સમસ્યાઓ સ્થૂળતાના કારણે થતી હોય છે, જેમાં હાયપર ટેન્શન, સ્લીપ એપ્નિયા, ડાયાબિટીસ (ભારતમાં 80 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે), સાંધાની સમસ્યાઓ, હૃદયરોગ, શ્વસનની સમસ્યાઓ અને કેટલાક પ્રકારના કેન્સરો સામેલ છે.
એ ન ભૂલવું જોઈએ કે આ બધા સાથે જેની ગણતરી ન થઈ શકે એવી સંવેદનાત્મક કિંમત પણ જોડાયેલી હોય છે જે તેમણે ચૂકવવી પડે છે. દાયકાઓથી, સ્થૂળતાના મહારોગને ભોજનની લતના કારણે થાય છે એમ માનવામાં આવ્યું છે. કોન્ક્લેવનો હેતુ કઈ રીતે સ્થૂળતા આવે છે અને તેની સારવાર કરી શકાય છે તેમજ તેના અંગેની સ્થાપિત ધારણાઓને પડકારી શકાય એ જણાવવા અંગેનો હતો.
ડો. મોહિત ભંડારીએ કહ્યું હતું, ‘અમારી પાસે આવતા મોટાભાગના દર્દીઓ અનેક નિષ્ફળ ડાયેટ અપનાવતા જોવાયા છે. મેટાબોલિક સર્જરી એવા દર્દીઓને બીજી તક એવા દર્દીઓને આપે છે જેઓ લાંબા ગાળાના ફેરફારો ઈચ્છે છે અને તેમને તેમના વધુ વજનમાંથી 50-60% ઘટાડવામાં મદદ કરે છે. એક સમયે લોકો એવું વિચારે છે કે સ્થૂળતા એવો રોગ છે જે અમીરોને થાય છે પણ એ સાચું નથી. હવે વીમા કવચ સાથે, એવી મદદ મળી શકે છે કે લોકો આ લાઈફ સેવિંગ સારવાર મેળવી શકે છે.’
ડો. મનિષ ખૈતાને કહ્યું હતું, કોઈ રોગ દર્દીના જીવનની ગુણવત્તાને અસર કરે છે. એનસીડી (નોન કમ્યુનિકેબલ ડિસિસ) પણ વધુ અસર કરે છે. સ્થૂળતા એ ક્રોનિક ડિસીસ ડાયાબિટીસ જેવો છે અને તેમાં પણ સારવારની જરૂર છે. તે માનસિક અને જીવનની ફિઝિકલ ક્વોલિટીને અસર કરે છે. અમારું લક્ષ્ય લોંગ ટર્મ ક્યોર અને પ્રિવેન્શન માટેનું છે.
ડો. શંશાક શાહ કહે છે, ‘સ્થૂળતા એક કોમ્પ્લેક્સ રોગ કે જે અનેક પરિબળો જેમકે મેટાબોલિઝમ અને ટોટલ એનર્જી એક્સ્પેન્ડિચર તેમાં અસર કરે છે. જો કે વ્યક્તિઓ અને સમજ ખોટી રીતે આત્મવિશ્વાસની કમીને જવાબદાર ગણે છે જ્યારે ખરેખર તો તે હોર્મોનલ એક્શન છે જે મેટાબોલિઝમને અસર કરે છે અને સ્થૂળતા વધે છે. અન્ય રોગની જેમ દ વ્યક્તિ સ્થૂળતાથી પીડાય છે તેમણે નિષ્ણાતોનો મત લેવો જોઈએ અને વ્યક્તિગત રીતે ખુદના માટે ઉકેલ લાવવો જોઈએ.’
મંદિરા બેદીએ ઉપસ્થિત લોકોને આંખ બંધ કરીને એક પગ પર ઊભા રહેવા માટે ઓડિયન્સમાં ચેલેન્જ આપી હતી અને એ રીતે ફિટનેસ ક્વોશન્ટ ચકાસવાની કોશિશ કરી હતી પણ રસપ્રદ રીતે તેમાંથી મોટાભાગના લોકો એક મિનિટથી વધુ સમય સુધી એ રીતે ઊભા રહી શક્યા નહોતા. જ્યારે કેટલાક હસતા જોવા મળ્યા હતા. એ સમયે લોકોને તેમની ફિટનેસ માટે સવાલો કર્યા હતા અને લોકોએ ઉત્તમ હેલ્થ માર્ગદર્શન પણ માગ્યુ હતું. મંદિરા બેદીએ ઓડિયન્સની હાજરીને વધાવી હતી અને યોગ્ય સમયે યોગ્ય સારવારનું મહત્વ સમજાવ્યું હતું.
મોટાભાગના લોકો સ્થૂળતા માટે પોતાને દોષિત માને છે પણ સાથે તેને સામાજિક કલંક પણ ગણે છે. એ સમય પાકી ગયો છે કે વ્યક્તિએ સ્થૂળતાને એક રોગ તરીકે સમજવાની જરૂર છે અને તેની સ્પેશિયાલિસ્ટ દ્વારા સારવાર લેવાની જરૂર છે. ખુદ સરકાર પણ આ મહારોગની ગંભીરતાથી નોંધ લઈ રહી છે અને એ માટે સુનિશ્ચિત કદમ ઉઠાવી રહી છે. નેશનલ મલ્ટીસેક્ટોરલ એક્શન પ્લાન સામાન્ય નોન-કમ્યુનિકેબલ ડિસિસ (એનસીડી)ને રોકવા અને અંકુશમાં લેવા માટે ઘડાયો છે, ઉપરાંત નેશનલ મોનિટરીંગ ફ્રેમવર્ક (એનએમએફ), આયુષમાન ભારત અને ફિટઈન્ડિયા મોમેન્ટ પણ એવા કદમ છે કે જે સરકારે આ હેતુથી શરૂ કર્યા છે.
એન્ટી ઓબેસિટી કોન્ક્લેવમાં મોર્બિડ ઓબેસિટીથી પીડાતા દર્દીઓએ પણ હાજરી આપી હતી જ્યાં તેમણે ખુદ સફર કરી છે.
35 વર્ષની વયે હિતેન રાયકુંડલિયાએ ઓપરેશન કરાવ્યું હતું. તેમનું ઓપરેશન અગાઉ વજન 162 કિલો હતું અને ડાયાબિટીસ અને બીપી બોર્ડરલાઈન પર હતા. તેમણે કહ્યું હતું, ખાવું મારી નબળાઈ હતી અને મારૂં વજન વધીને 162 કિલો થઈ ગયું હતું.
મારી જીવનશૈલી બેઠાડું હતી અને ડેસ્ક પરનું મારૂં કામ હતું. એ સ્થિતિ એટલી ખરાબ થઈ કે હું મારી જાતે વોશરૂમ જઈ શકતો નહોતો. મેં અનેક ડાયેટ અપનાવ્યા પણ દરેક વખતે નિષ્ફળ રહ્યો. મને પછી ખ્યાલ આવ્યો કે સ્થૂળતા એક રોગ છે અને તેને ડાયેટ સાથે સંબંધ નથી. ત્યારે મેં નક્કી કર્યુ કે હું સર્જરી માટે જઈશ અને હવે એક વર્ષ પછી મારૂં વજન 95 કિલો છે. આજે હું મેરેથોનમાં દોડી પણ શકું છું. આપણામાંથી મોટાભાગના લોકો સમજી શક્તા નથી આ માટે મેડીકલ સલાહ જરૂરી છે કે જ્યારે તમારૂં વજન અસામાન્ય રીતે વધુ હોય. મને ગૌરવ છે કે મેં બેરિયાટ્રિક સર્જરીનો નિર્ણય લીધો જે મારી જેમ દર્દીઓને ભાવિ કોમ્પ્લિકેશન્સથી બચાવે છે.
28 વર્ષીય રિટા પોખરેલનું વજન પ્રેગનન્સી પછી 20 કિલો વધીને 78 કિલો થઈ ગયું હતું. સુપરવાઈઝ્ડ ડાયેટ અને કસરત દ્વારા તેણે એક વર્ષમાં 18 કિલો વજન ઘટાડ્યું હતું. તેનું વજન ઘટાડવામાં પ્રોટીનથી ભરપૂર ખોરાક સામેલ હતો અને તેમાં કાર્બોહાઈડ્રેટ્સ નહોતા.
21 વર્ષીય ગણેશ ચાવડાએ સર્જરી 20 વર્ષની વયે કરાવી હતી. તેમનું ઓપરેશન અગાઉ વજન 250 કિલો હતું. તેના પિતા પણ કોન્ક્લેવમાં રહતા અને તેણે તેમના સંતાનની સ્થૂળતા અને તેમાંથી આજે ફિટ યુવાન તરીકેની સફરની વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘મારો પુત્ર જ્યારે ધો. 10મા હતો ત્યારે 150 કિલો વજન ધરાવતો હતો અને તેણે અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. તેણે અલગ ડાયેટ અને કસરતો શરૂ કરી હતી. 10 વર્ષ સુધી એમ ચાલ્યું પણ તેના વજનમાં કોઈ ફેર પડ્યો નહોતો અને વજન ઉલટાનું વધીને 250 કિલો થઈ ગયું હતું. સંવેદનાત્મક પીડા ટોચ પર હતી કેમકે તે હાંસીને પાત્ર બનતો હતો. તેણે મિત્રો તો ગુમાવ્યો પણ અભ્યાસ પણ કરી શકતો નહોતો એટલું જ નહીં પણ ફોટોગ્રાફર બનવાનું સપનું પણ સાકાર ન થતા તેણે આત્મવિશ્વાસ પણ ગુમાવ્યો હતો. આજે તે યુવાન અને આત્મવિશ્વાસુ વ્યક્તિ બન્યો છે અને જીવન પ્રત્યે તે હકારાત્મક બન્યો છે. આ બધુ સર્જરીને આભારી છે જે દોઢ વર્ષ અગાઉ તેણે કરાવી હતી.
આ પ્રથમ પ્રકારની એવી કોન્ક્લેવ વધુ સ્વસ્થ આવતી કાલની પ્રતિજ્ઞા સાથે તેમાં સામેલ લોકોએ સંપન્ન કરી અને સાથે વધુ ફિટ ઈન્ડિયાનું વચન આપ્યું તથા ભારતની સ્થૂળતા વિરુદ્ધની લડાઈ માટે વચન આપ્યું હતું.