IISC – બેંગાલુરુ અને IIM – અમદાવાદ યુનિવર્સિટી પ્રથમ ક્રમાંકે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે ભારતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓનું રેકિંગ જારી કર્યુ છે. નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેંકિંગ ફ્રેમવર્ક(એનઆઇઆરએફ) હેઠળ તૈયાર કરવામાં આવેલી યાદીમાં ઓવર ઓલ કેટેગરીમાં બેંગાલુરુની ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ પ્રથમ ક્રમે છે.

જ્યારે બીજા ક્રમે આઇઆઇટી બીજા ક્રમે છે. વિજ્ઞાન ભવનમાં આયોજત એક કાર્યક્રમમાં રેન્કિંગ જાહેર કરતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ કેટેગરીમાં અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ મેનેજમેન્ટ(આઇઆઇએમ) પ્રથમ ક્રમે છે.

એન્જિનિયરિંગ કેટેગરીમાં આઇઆઇટી, ચેન્નાઇ પ્રથમ ક્રમે છે. મેડીકલ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ(એઇમ્સ) પ્રથમ ક્રમે છે. લો કેટેગરીમાં એનએલએસઆઇયુ-બેંગલોર પ્રથમ ક્રમે છે. આ વખતે પ્રથમ વખત એનઆઇઆરએફ હેઠળ મેડીકલ અને ડેન્ટલ કોલેજોને પણ રેંકિંગ આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે આર્કિટેકચર અને લો કેટેગરીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

Share This Article